- તળાવ કિનારે એક વ્યક્તિએ મગર સાથે કર્યો સંવાદ
- માનવનો મગર સાથે સંવાદનો વીડિયો વાયરલ
- માનવે કહ્યું - કોઇએ તમને કાંકરી મારી તો તારો દીકરો જીવ આપી દેશે
વડોદરા : સામાન્ય સંજોગોમાં મગર સાથે કોઇ પણ પ્રકારનો અખતરો જીવલેણ સાબિત શકે છે, પરંતુ એનાથી ઊલટું વડોદરા જિલ્લાના કરજણમાં જોવા મળ્યું છે. માનવનો મગર સાથે સંવાદ કરતો વીડિયો વાયરલ થતા ભારે અચરજ સર્જાયું છે. માનવી મગર સાથે સંવાદ કરતા કહે છે કે, તને કોઇએ કાંકરી મારી તો તારો દિકરો જીવ આપી દેશે.
માનવે કર્યો મગર સાથે સંવાદ મગર પર માનવે જીવના જોખમે હાથ ફેરવી નમન કર્યા
તળાવમાં મગર સાથે વાતો કરતા વ્યક્તિનો વીડિયો વાયરલ થયો છે. આ વ્યક્તિ જીવના જોખમે મગર પર હાથ ફેરવીને તેને નમન કરે છે. જ્યારે મગર પણ હુમલો કર્યાં વગર જ પાણીમાં જતો રહ્યો છે. વીડિયોમાં લોકોની વાતો પરથી જણાય છે કે, પંકજ નામનો વ્યક્તિ મગર સાથે સંવાદ કરી રહ્યો છે. આ વાયરલ વીડિયો કરજણના જૂના બજાર વિસ્તારમાં આવેલા તળાવનો હોવાનું મનાઇ રહ્યું છે. જોકે, આ અંગે કોઇ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઇ નથી.