ગુજરાત

gujarat

ETV Bharat / state

ચોમાસામાં વાયરલ ફિવરના કેસ વધ્યા, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાતી થઈ

ગુજરાતમાં ચોમાસાની શરૂઆતની સાથે વાયરલ ફિવરના કેસોમાં (Viral fever cases in Vadodara)વધારો થઈ રહ્યો છે. વડોદરામાં વાયરલ ફિવરના કેસમાં વધારો થયો છે. શહેરમાં 1000થી પણ વધુ કેસ સામે આવ્યા છે. ખાસ કરીને બાળકો અને વયસ્કોમાં વાયરલ ફિવરના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યાં છે.

ચોમાસામાં વાયરલ ફિવરના કેસ વધ્યા, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાતી થઈ
ચોમાસામાં વાયરલ ફિવરના કેસ વધ્યા, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાતી થઈ

By

Published : Jul 19, 2022, 4:00 PM IST

વડોદરા:શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ વાયરલ ફિવરના કેસોમાં વધારો જોવા(Viral fever cases in Vadodara) મળી રહ્યો છે. એક તરફ કોરોનાના કેસોમાં સામાન્યત વધારો થઈ રહ્યો છે તેવા સમયે જ શહેરમાં (Viral fever in kids )શરદી, ખાસી, તાવ, ઠંડી, શરીરમાં દુખાવા સહિતના લક્ષણો પહેલા કરતા વધારે જોવા મળી રહ્યા છે. ખાસ કરીને બાળકો અને વયસ્કોમાં વાયરલ ફિવરના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યાં છે.

શહેરમાં બીમારીનો ભરડો -ચોમાસાની શરૂઆત થતા જ વાતાવરણમાં પલટો (Viral fever vs Corona )આવ્યો છે. ગરમી અને ઉકળાટભર્યા વાતાવરણ વચ્ચે મેઘરાજાની એન્ટ્રીને કારણે હવામાન બદલાયુ છે. હવે શહેરમાં 1000થી પણ વધુ કેસો હોવાનો અંદાજ છે. જોકે, ખાનગી દવાખાનાઓ અને હોસ્પિટલો જ નહીં પરંતુ કોર્પોરેશન સંચાલિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા સયાજી હોસ્પિટલ, જમનાબાઈ હોસ્પિટલ, ચેપીરોગની હોસ્પિટલ અને ગોત્રી મેડિકલ હોસ્પિટલ સહિતની હોસ્પિટલોમાં વાઈરલ ફિવરના લક્ષણો ધરાવતા દર્દીઓ ઊભરાવા લાગ્યા છે. માત્ર વાયરલ ફિવર જ નહીં પરંતુ ટાઈફોઈડ અને કમળાના કેસો પણ વધી વધ્યા હોવાનુ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.

આ પણ વાંચોઃરાજ્યમાં અવિરત્ વરસાદના કારણે એક પછી એક ડેમ થઈ રહ્યા છે ઓવરફ્લૉ, અનેક જિલ્લામાં એલર્ટ

કારેલીબાગ ચેપીરોગ ડોક્ટર શું કહે છે -વરસાદમાં પાણીનો ભરાવો થવાથી મચ્છરની ઉત્પત્તિ થતી હોય છે. જેને લીધે રોગચાળાના કેસો વધી જતાં હોય છે. હજી અઠવાડિયા પછી આ કેસોમાં વધારો નોંધાશે તેવું નિષ્ણાત ડોક્ટરો કહી રહ્યા છે. કારેલીબાગ ચેપી રોગના દવાખાનાની વાત કરીએ તો હાલમાં 100 જેટલો દર્દીઓ ઓ.પી.ડી ખાતે આવતા હોય છે. તથા વોર્ડમાં 25-30 જેટલા દર્દીઓ એડમિટ થયેલા છે. આ ઋતુમાં ખાસ તાવ, કમળો, શરદી, ખાંસીના કેસો વધુ માત્રામાં આવતા હોય છે.

આ પણ વાંચોઃક્ષય(TB)ના કેસમાં ગુજરાતભરમાં થયો આશ્ચર્યજનક ઘટાડો

કઈ બાબતની કાળજી રાખવી જોઈએ -આ અંગે ડો. પ્રિતેશ શાહ એ જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુમાં ઘરે આટલી બાબતોની ખાસ કાળજી લેવી જોઈએ, ઉકાળેલું પાણી પીવું, મચ્છરદાનીની ઉપયોગ કરવો જોઈએ. ઘરની આગળ પાછળ ખાબોચિયામાં ભરાયેલા પાણીને દૂર કરવું જોઈએ. જેમ બને એમ બહારનું ઓછું ખાવું જોઈએ. કારેલીબાગ ચેપી રોગ સેન્ટર ખાતે 50 બેડની સુવિધા ઉપલબ્ધ છે. કુલ 4 વોર્ડ રાખવામાં આવ્યા છે. તથા દર્દીઓને અહીંથી જ જમવાનું પણ આપવામાં આવે છે. તદુપરાંત અહીં 3 થી 4 ડોકટર ઉપલબ્ધ હોય છે.

વાયરલ ફિવરના કેસ

બીમારોનો આંકડો :ગઈ કાલની વાત કરવામાં આવે તો ડેન્ગ્યુના 33 સેમ્પલ માંથી 2 પોઝિટિવ કેસ ભયલી વિસ્તારમાંથી આવ્યા છે. ચીકુનગુનિયાના 32 સેમ્પલમાંથી 4 પોઝિટિવ કેસ ગોત્રી અને તાંદલજામાંથી નોંધાયા છે, મેલેરિયાના 917 સેમ્પલમાંથી 1 કેસ હરણી વિસ્તારમાંથી નોંધાયો છે. કોલેરાના 2 સેમ્પલમાંથી 1 કેસ માંજલપુર વિસ્તારમાંથી નોંધાયો છે.

ABOUT THE AUTHOR

...view details