ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા જિલ્લામાં ગ્રામજનોને સુવિધા નહીં મળતા મ્યુનિસિપલ કમિશ્નરને કરાઇ રજૂઆત - Water management

વડોદરા જિલ્લાના નજીકના ગામડાઓમાં પાણી તથા અન્ય સુવિધા ન મળતા ગ્રામજનો દ્વારા આક્રોશ ઠાલવી પાણીની યોગ્ય સુવિધા આપવા માગ કરી હતી.

વડોદરા નજીક ગ્રામજનોને સુવિધા નહીં મળતા મ્યુસિપલ કમિશ્નરને રજૂઆત કરાઇ
વડોદરા નજીક ગ્રામજનોને સુવિધા નહીં મળતા મ્યુસિપલ કમિશ્નરને રજૂઆત કરાઇ

By

Published : Oct 21, 2020, 1:32 PM IST

  • ગ્રામજનોએ પાણીના ડ્રેનેજની યોગ્ય સુવિધાઓ આપવા કરી માગ
  • સુવિધાઓના અભાવથી ગ્રામજનો દ્વારા આક્રોશ
  • ગ્રામ્ય વિસ્તારોનો શહેરમાં સમાવેશ કર્યા પછીથી સુવિધાઓ આપવામાં આવતી નથી

વડોદરાઃ મહાનગર પાલિકામાં સમાવિષ્ટ આસપાસના ગ્રામ્ય વિસ્તારોનો શહેરમાં સમાવેશ કર્યા પછીથી સુવિધાઓ આપવામાં આવતી નથી. એ બાબતે પાલિકા કચેરીએ સેવાસી, ઉંડેરા, સહિતના ગ્રામજનોએ દેખાવો કરી આક્રોશ ઠાલવ્યો હતો.

ગ્રામજનો દ્વારા પાણીની યોગ્ય સુવિધા આપવા માગ

ગ્રામજનોએ પાણીના ડ્રેનેજની યોગ્ય સુવિધાઓ આપવાની માંગ કરી છે. આ પ્રશ્ને RSPના રાજેશ આયરેએ પાલિકા કમિશ્નરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં તેઓ એવી માગ કરી છે કે ગુજરાત સરકારના છેલ્લા જાહેરનામાથી વડોદરા શહેરમાં પાલિકાની અંદર સમાવવામાં આવેલા ઉંડેરા કરોળિયા સેવાસીમાં પાણી ગટર રસ્તા અને સફાઈ જેવી મૂળભૂત જરૂરી વ્યવસ્થા તાત્કાલિક ઉભી કરવા જણાવ્યું છે.

વડોદરા નજીક ગ્રામજનોને સુવિધા નહીં મળતા મ્યુસિપલ કમિશ્નરને રજૂઆત કરાઇ

ચૂંટણી વોર્ડનું સીમાંકન

રજૂઆતમાં જણાવાયું છે કે સરકાર દ્વારા પાલિકાના વર્તમાન ટર્મ પૂરી થતાં પહેલાં સાત ગામોનો એમાં સમાવેશ કર્યો છે. જેમાં ઉંડેરા, કરોળિયા, સેવાસી ભાયલી અને વડોદરાનો પણ સમાવેશ થાય છે, ત્યારબાદ નવા ચૂંટણી વોર્ડનું સીમાંકન કરાયું છે. જેમાં ઉંડેરા સેવાસી અને કરોળિયાનું વોર્ડ નંબર 8 અને 9 માં સમાવેશ કરાયો છે. આ પ્રક્રિયામાં જેટલી ઝડપ દાખવવામાં આવી હતી એટલી ઝડપ આ વિસ્તારોમાં સુવિધાઓ પુરી પાડવાને માટે બતાવાઈ ન હતી.

પાણીની વ્યવસ્થા

આ પૈકીના કેટલાક ગામોમાં કોઈપણ સુવિધાઓ વિના વેરાના બિલો આપી દેવાયા છે. તેમ છતાં ગ્રામ પંચાયત કરતાં પણ પાલિકામાં સમાવેશ પછીથી રહીશો બદતર હાલતમાં જીવી રહ્યા છે. ગ્રામ પંચાયતો પૂરતા દબાણથી પાણી પૂરું પાડતી નથી. જેની સામે હયાત વ્યવસ્થા બંધ કર્યા પછીથી પાલિકાએ આ ગામડાઓને માટે કોઈ પાણીની વ્યવસ્થા કરી નથી. જે તાકીદે કરવી જોઈએ જેથી જૂની પાણીની વ્યવસ્થા જારી રાખવા જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details