ગુજરાત

gujarat

ETV Bharat / state

Alcohol seized in Vadodara: ગોલ્ડન ચોકડી પાસે ઉભેલા ટેમ્પોમાંથી લાખોનો દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો - Golden Cross in Vadodara

વડોદરાની ગોલ્ડન ચોકડી (Golden Cross in Vadodara)પાસે વિજિલન્સ સ્કવોર્ડે દરોડો પાડી ટેમ્પોથીમાં વિદેશી દારૂનો જંગી જથ્થો(liquor and beer) ઝડપી પાડ્યો હતો. આ દરોડામાં રૂપિયા 18 લાખ ઉપરાંતનો વિદેશી દારુ અને બિયરનો જથ્થો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. વિદેશી દારૂના જંગી જથ્થા સાથે ટેમ્પો ચાલકની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે.

Alcohol seized in Vadodara: ગોલ્ડન ચોકડી પાસે ઉભેલા ટેમ્પોમાંથી લાખોનો દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો
Alcohol seized in Vadodara: ગોલ્ડન ચોકડી પાસે ઉભેલા ટેમ્પોમાંથી લાખોનો દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

By

Published : Jun 11, 2022, 4:24 PM IST

વડોદરા: શહેરની ગોલ્ડન ચોકડી પાસે હોટલના કમ્પાઉન્ડમાં ઊભેલી બંધ બોડીની ટેમ્પોમાં વિદેશી દારૂનો જંગી જથ્થો હોવાની( Alcohol seized in Vadodara )માહિતીના આધારે સ્ટેટ વિજિલન્સ સ્કવોર્ડે દરોડો પાડ્યો હતો જેમાં રૂપિયા 18 લાખ ઉપરાંતનો (Golden Cross in Vadodara)વિદેશી દારુ અને બિયરનો જથ્થો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, અગાઉ સિટી પોલીસ મથક અને મકરપુરા પોલીસ મથકની હદમાં સ્ટેટ વિજિલન્સ સ્કવોર્ડે દરોડો પાડી જંગી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચોઃદારૂના નશામાં માલગાડીની ઉપર ચડી ગયો યુવાન, પછી થઈ આવી જોવા જેવી

હરણી પોલીસ મથકની હદમાંથી જથ્થો ઝડપાયો -સ્ટેટ વિજિલન્સ સ્ક્વોર્ડને ગોલ્ડન ચોકડી પાસેની (Alcohol seized near Golden Cross)એક હોટલના કમ્પાઉન્ડમાં વિદેશી દારૂનો જંગી જથ્થો ભરેલો એક ટેમ્પો હોવાની ચોક્કસ માહિતી મળી હતી. જે માહિતીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો હતો. પોલીસે તપાસ કરતા ટ્રકમાંથી 400 પેટી ઉપરાંત વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવતા પોલીસ તંત્ર પણ ચોંકી ગયું હતું. હરણી પોલીસ મથકની હદમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાતા હરણી પોલીસ ચર્ચામાં આવી છે.

આ પણ વાંચોઃદિવા તળે અંધારું, ઉચ્ચ પોલીસ અધિકારીની ગાડીમાંથી આ રીતે ઝડપાયો વિદેશી દારૂ

દારૂ અને બિયરની 400થી વધુ પેટી ઝડપાઈ -સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વિદેશી દારૂના જંગી જથ્થા સાથે ટેમ્પો ચાલક અશોકસિંઘની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. આ વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચતો કરવામાં આવનાર હતો. તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર દ્વારા વિદેશી દારૂ અને આરોપીને હરણી પોલીસ મથકના હવાલે કરી ફરિયાદ નોંધાવી છે. હરણી પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details