વડોદરા 31મી ડિસેમ્બરે વડોદરા પોલીસ એલર્ટ મોડમાં (Vadodara police in alert mode) જોવા મળી હતી. વર્ષના છેલ્લા દિવસે પોલીસે દારૂ પીને નિકળેલા કુલ 56 લોકો સામે કેસ નોંધ્યા હતા. પોલીસે અલગ અલગ ટીમ બનાવી કરી હતી કામગીરી. કોરોનાના બે વર્ષ બાદ થર્ટી ફર્સ્ટ પાર્ટીનું (Police intensive checking in Vadodara) આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઇને લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંતુ બીજી બાજૂ પોલીસ પણ બાજ નજરે નજર રાખી રહી હતી. વડોદરા પોલીસ દ્વારા સમગ્ર વડોદરામાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. તો આ સાથે વડોદરામાં ગેરકાયદેસર દારૂ વેચનારા ઉપર પણ પોલીસનીચાંપતી નજર રહી હતી.
વડોદરા પોલીસની સતર્કતાથી દારૂ ઢીંચનારાઓની સામે 56 કેસ નોંધાયા ચુસ્ત ચેકિંગ આ પાર્ટીમાં કોઈપણ પ્રકારના નશીલા પદાર્થનું સેવન ન થાય કે, લોકો દારૂ, ડ્રગ્સ કે અન્ય નશીલા પદાર્થોનું સેવન કરી બહાર ન ફરે તેની પર ખાસ નજર રાખવામાં આવી હતી. થર્ટી ફસ્ટના દિવસે વડોદરા પોલીસ એલર્ટ મોડમાં (Intensive checking in Vadodara) રહી હતી. વડોદરા પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચુસ્ત વાહન ચેકિંગ તેમજ પ્રથમવાર એન્ટી ડ્રગ્સ કીટનો (First use of anti drugs kit) ઉપયોગ કરીને લોકોનું સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું. વડોદરા પોલીસ દ્વારા 11 ચેકપોસ્ટ અને 55 પોલીસના ચેકીંગ પોઈન્ટ સાથે મોબાઈલ પેટ્રોલિંગનીવ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
આ પણ વાંચો 31 ડિસેમ્બરને અનુલક્ષીને પાદરા પોલીસ દ્વારા બુલેટ ડ્રાઈવ
અલગ અલગ ટીમ બનાવી દિવસ દરમ્યાન પણ પોલીસે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ટીમ બનાવી વાહન ચેકિંગ સહિતની કામગીરી પણ કરી હતી. જે અંતર્ગત પોલીસે થર્ટી ફર્સ્ટના એક જ દિવસમાં કુલ 33 પ્રોહિબિશનના પીધેલાના કેસો, 37 પ્રોહિબિશનના કબ્જાના કેસો કરવામાં આવ્યા છે. એટલું જ નહિ, વડોદરા પોલીસ દ્વારા નવા વર્ષની શરૂઆત થતા સવારના 6 વાગ્યા સુધી વડોદરા પોલીસ દ્વારા દારૂ પીધેલાના કુલ 56 કેસો (Vadodara Police registered 56 cases against liquor) તથા પ્રોહિબિશનના કબ્જામાં કુલ 37 કેસો કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખી હતી.
પાર્ટીને આનંદ માણવાનું મહત્વનું છે કે, 31ની પાર્ટીને લઇ લોકો દારૂ ડ્રગ્સ અને નશીલા પદાર્થનું સેવન કરીને આ પાર્ટીને આનંદ માણવાનું કે ઉજવણીમાં ભાગ લેવાનો પ્રયાસ દર વર્ષે કરતા હોય છે. ત્યારે પોલીસ પણ આવા લોકો સામે ખાસ નજર રાખી તેમની સામે કડક કાર્યવાહી કરવાના પ્રયત્ન કરે છે. જે અંતર્ગત પોલીસે 31માં આ વખતે એક જ દિવસમાં અનેક લોકોને દારૂ અને અન્ય નશીલા પદાર્થના સેવન સાથે ઝડપી પાડ્યા હતા. ગુજરાતમાં હાલ દારુબંધી છે. જોકે તેની અમલવારીને લઈને પણ ઘણા વિવાદો છે. વર્ષ 2022ને અલવિદા કહીને 2023ને વેલકમ કરવામાં લોકો ઉજવણીઓ કરતા હોય છે. જોકે કાયદેસરની ઉજવણીથી પોલીસને ક્યારેય વાંધો રહ્યો નથી. પરંતુ આ દરમિયાનમાં નશીલા દ્રવ્યોનું સેવન, ગેરકાયદે પ્રવૃત્તિઓને લઈને પોલીસ હાલના દિવસોમાં સતત કામગીરી કરતી જોવા મળી હતી.