દેશના ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુ શનિવારથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. જેનો પ્રારંભ તેને વડોદરા ખાતેથી કર્યો હતો. ભારતીય વાયુ સેનાના હવાઈ જહાજમાં હરણી વિમાની મથકે ખાતે પહોંચ્યાં હતાં. જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુનું વડોદરા એરપોર્ટ ખાતે ટૂંકું રોકાણ
વડોદરા: દેશના ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુ ગુજરાતના 3 દિવસના પ્રવાસે છે. ત્યારે તેના પ્રવાસનો સૌ પ્રથમ પ્રારંભ વડોદરાથી થયો હતો. જ્યાં ઉપરાષ્ટ્રપતિનું એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું.
ઉપરાષ્ટ્રપતિ વૈંક્યા નાયડુનું વડોદરા એરપોર્ટ ખાતે ટૂંકું રોકાણ
દેશના ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુ વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને નર્મદા વિકાસ રાજ્યપ્રધાન યોગેશ પટેલે તેનુ સ્વાગત કર્યુ હતું. આ ઉપરાંત વડોદરા શહેરના સાંસદ રંજનબહેન ભટ્ટ, મેયર ડૉ. જીગીશાબહેન શેઠ તેમજ કલેકટર શાલિની અગ્રવાલ અને શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત પણ ઉપસ્થિત રહ્યાં હતાં. વડોદરા એરપોર્ટ ખાતે ઉપરાષ્ટ્રપતિએ દશ મિનિટનું ટૂંકુ રોકાણ કર્યું હતું અને વાયુમાર્ગે આણંદ જવા પ્રસ્થાન કર્યું હતું.