પૂર્વ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત બાદ નવા પ્રમુખની ચૂંટણી માટે ગાંધીનગરથી વિકાસ કમિશનર દ્વારા ચૂંટણીની તારીખ 4 ઓક્ટોબર નક્કી કરાઈ હતી, જેથી આજે વડોદરા જિલ્લા પંચાયત માટે ખાસ સામાન્ય સભા બોલાવાઈ હતી. જેમાં જિલ્લા પંચાયતના તમામ 36 સદસ્યો હાજર રહ્યા હતા. જ્યારે જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં સદસ્યોએ પોતાના સંમતિ મત આપ્યા હતા. તે દરમિયાન 36માંથી 34 સદસ્યોએ કોંગ્રેસના બળવાખોર સદસ્ય ઇલાબેન ચૌહાણને પોતાનો મત આપી નવા પ્રમુખ તરીકે ચૂંટ્યા હતા, જ્યારે કોંગ્રેસના નીલાબેન ઉપાધ્યાયને ફક્ત ૧૦ મળ્યા હતા.
નવા પ્રમુખે પોતે યોગ્ય રીતે જરુરી કામગીરી કરશે તેમ જણાવ્યું હતું અને તેમને મત આપનાર સદસ્યોનો આભાર માન્યો હતો. વડોદરા જિલ્લા પંચાયતની ખાલી પડેલી બેઠક પર નવા પ્રમુખ તરીકે ઇલાબેન ચૌહાણ ચૂંટાઇ આવતા ભાજપના કાર્યકર્તાઓ પણ ગેલમાં આવ્યા હતા. પ્રમુખની ખુરશી પાછળ લાગેલા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના ફોટા ઉતાર્યા હતા. આ અંગે જીલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીએ કહ્યું હતું કે, પ્રોટોકોલ વિરુદ્ધની કામગીરી થઇ હશે તો જરુરી પગલા લેવાશે.