વડોદરા:સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની સેવામાં સમર્પિત અખિલ ભારતીય સંગઠન વર્ષ 2023-25 માટે વડોદરા જિલ્લા કાર્યકરીણીની ઘોષણા કરી હતી. સ્વદેશી અર્થચિંતનના નિષ્ણાતો દ્વારા વર્ષ 1994 માં સ્થપાયેલ લઘુ ઉદ્યોગ ભારતીયએ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો માટે કામ કરતું એકમાત્ર રાષ્ટ્રવ્યાપી સંગઠન છે. ભારતના દરેક રાજ્યમાં અને કુલ મળીને દેશના 550થી વધુ ઔધોગિક ક્ષેત્રમાં કાર્યરત છે.
જિલ્લા કાર્યકારણીની નિમણૂક: ઉદ્યોગો સાથે સંકળાયેલા સમુદાયનું હિત સચવાય અને ઉદ્યોગો થકી રાષ્ટ્રના વિકાસમાં સહભાગી થવાની ભાવનાથી સ્થાનિક ઔદ્યોગિક સંગઠનોની સાથે તાલમેલ કેડવી રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ પ્રશ્નોનું નિરાકરણ કરવાનું કામ કરી રહે છે. જેમાં વડોદરા જિલ્લા કાર્યકારણીની નિમણૂક કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય અધ્યક્ષની ઉપસ્થિતિ:લઘુ ઉધોગો અંગે માહિતી આપતા ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષ બળદેવભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, લઘુ ઉધોગ ભરતી દર બે વર્ષે દરેક લોકોને જે જવાબદારી થાય તો આપતા હોય છે. તેનું પરિવર્તન કરતા હોઈએ છીએ એના અનુસંધાનમાં જ આજે વડોદરા જિલ્લા અને વડોદરા વિભાગ એટલે ત્રણ ચાર જિલ્લા ભેગા થઈને વિભાગ બનતો હોય છે. આ વિભાગમાં પણ આવી જવાબદારીઓનું પરિવર્તન કરવાનું છે. તેના અનુસંધાનમાં મુખ્યત્વે ધ્યેય હોય છે.
સંગઠન શક્તિ વધારવાનો પ્રયાસ:વડોદરા જિલ્લામાં આપણા 700 મેમ્બર છે. 700 મેમ્બરમાંથી 1500 મેમ્બર કઈ રીતે કરવા, કાર્યનો વિકાસ કઈ રીતે કરવો, વધુમાં વધુ મેમ્બર વન છે, તો હંમેશા આપણે જોઈએ છે. સંગઠન શક્તિ મોટી હશે તો જ લોકો કામ કરતા હોય છે. આપણી સભ્ય શક્તિ વધારે હશે તો જ લોકો માન છે, વાત પણ માનતા હોય છે અને આપણે કામ પણ કરાવી શકીએ છીએ. આજે આપણા લઘુ ઉધોગ ભારતીમાં 48,000 જેટલા લાઈફ મેમ્બર હોવાના લીધે ભારત સરકારમાં લગભગ 32થી વધારે ડિપાર્ટમેન્ટ બોર્ડ ઓફ મેમ્બર,બોર્ડ ઓફ ડાયરેક્ટર છીએ એટલે કોઈ પણ કાર્ય ડીલીટ કક્ષાએ લઈ જઈને કરાવવું હોય તો આપણે ચોક્કસ કરાવી શકીએ છીએ.