વડોદરાઃ નીશાકુમારી આમ (nisha kumari national flag ) તો શિક્ષણથી ગણિત શાસ્ત્રી છે, જો કે એને હિમાલયના ઉત્તુંગ શિખરો, બરફના ઢગ અને જોખમી ચઢાઈનું ગણિત સમજવામાં ભારે રસ છે. એમ કહો કે, એ પર્વતારોહણ, સાયકલિંગ, વોકિંગ, રનીંગ અને વ્યાયામનો ગાંડો શોખ ધરાવે છે. તેણીએ દેશનો 76મો સ્વતંત્રતા પર્વ (Independence day 2022) અનોખી રીતે ઉજવીને આઝાદી કા અમૃત (Azadi ka amrit mahitsav gujarat) પર્વને યાદગાર બનાવ્યું છે. નિશાએ આ દિવસે હિમાલયના લેહ લદ્દાખ ક્ષેત્રના 6500 મીટર ઊંચા માઉન્ટ નુન શિખરને સર કર્યું. સૂસવાટા મારતા ઠંડા હિમ જેવા પવનો અને બરફના ઢગલા વચ્ચે શાનથી રાષ્ટ્ર ધ્વજ લહેરાવ્યો હતો.
ગુજરાતની દિકરીનું વિશ્વ વિક્રમ આ પણ વાંચોઃતિસ્તા સેતલવાડની જામીન અરજી પર SCએ ગુજરાત સરકારને નોટિસ ફટકારી
શિખર પર તિરંગાનો એક નવો આયામ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વખતે હર ઘર તિરંગાનો નારો આપ્યો હતો. તેમાં વડોદરાની આ દીકરીએ હિમાલયના (national flag himalaya nun mountain ) શિખર પર તિરંગાનો એક નવો આયામ ઉમેર્યો છે. તેનું ધ્યેય માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું છે. જેના માટે તે છેલ્લા 5 વર્ષથી તનતોડ મહેનત કરી રહી છે. એવરેસ્ટની ઊંચાઈ 8848 મીટર જેટલી છે. નુન પર્વત તેના નાના ભાઈ જેવો છે, જેને સર કરીને નિશાએ જાણે કે, વિશ્વના સૌથી ઉંચા શિખરને સર કરવા તરફ પહેલું ડગલું માંડ્યું છે.
હિમાલય પર તિરંગો લહેરાવી પાઠવ્યો આ સંદેશ આ પણ વાંચોઃસપ્ટેમ્બરથી સોમનાથ રેલવે સ્ટેશન અનિશ્ચિત સમય માટે બંધ, જાણો કારણ
એવરેસ્ટની તૈયારી: પર્વતારોહણ ખૂબ ખર્ચાળ ઝનૂન છે. જો કે, ઉપરોક્ત આરોહણ માટે આ દીકરીને ગૌરા બ્લોકચેઈન નામક કંપનીએ રૂ.2 લાખની મદદ કરીને આર્થિક તાકાત પૂરી પાડી હતી. નિશા આ કંપનીનો દિલથી આભાર માને છે. વડોદરામાંથી ભાગ્યેજ કોઈ પર્વતારોહકે આ શિખર સર કર્યું છે. એવું તે માને છે. હવે તે એવરેસ્ટની તૈયારીના ભાગરૂપે મનાલીથી ઉમલિંગલ પાસની અંદાજે 550 કિલોમીટરની અઘરી અને જોખમી સાયકલ યાત્રા શરૂ કરવા માટે તત્પર છે.