વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડ ખાતે સગીરા સાથે થયેલા દુષ્કર્મ મામલે પોલીસે સ્કેચનું ૩જુ વર્જન જાહેર કર્યું હતું. ખાસ સુરતથી સ્કેચ કરનાર સ્પેશિયલિસ્ટની મદદ લેવામાં આવી હતી. આ વખતે આરોપીઓનું 3d સ્કેચ જાહેર કરવામાં આવ્યા હતા. જો કે, આ વખતે 95 ટકા સ્કેચ મળતો હોવાનોનું પોલીસે જણાવ્યું હતું. આ સ્ક્રેચ પોલીસે પીડિતા અને તેના મિત્રના વર્ણનના આધારે સ્કેચ બનાવમાં આવ્યા છે.
વડોદરા દુષ્કર્મ કેસઃ પોલીસે આરોપીઓના 3 વખત સ્ક્રેચ બનાવ્યા - પોલીસે સ્કેચનું ૩જુ વર્જન જાહેર કર્યું
વડોદરા: શહેરના નવલખી ગ્રાઉન્ડ ખાતે સામૂહિક દુષ્કર્મની ઘટનાએ વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું. દુષ્કર્મના આરોપીઓની શોધખોળ માટે વડોદરા શહેર પોલીસ દ્વારા રાત દિવસ કામગીરી કરવામાં આવી રહી છે. આ અંગેની વિગત DCP ક્રાઈમ બ્રાન્ચ જયદિપસિંહ જાડેજાએ આપી હતી.
પોલીસે સ્કેચનું ૩જુ વર્જન જાહેર કર્યું
આ મામલે પોલીસે શકમંદ લોકોને પણ રાઉન્ડ અપ કરવામાં આવ્યા હતા, પરંતુ આ ઈસમો ન હોવાનું પીડિતા એ જણાવ્યું હતું. જો કે, દિવસેને દિવસે આ મામલો પોલીસ માટે પડકારજનક બનતો જઇ રહ્યો છે. હજુ સુધી પોલીસને આરોપીઓ સુધી પહોંચવા માટે ઠોસ કડી અને કોઈ પણ પ્રકારનો આધાર નથી. તેથી ડિટેકશમાં મુશ્કેલી પડી રહી છે. જો કે, વડોદરા પોલીસ અલગ અલગ ટીમો બનાવી દુષ્કર્મના આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે અને ટૂંક સમયમાં પોલીસને સફળતા મળશે તેવા પ્રયત્નો હાલ પોલીસ કરી રહી છે.