વડોદરારાજ્યમાં યુવતીઓને બદનામ કરવા માટે કેટલાક અસામાજિક તત્વો ફેક આઈડી બનાવીને હેરાન કરવાનો પ્રયાસ કરે છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે વડોદરામાં. અહીં યુવતીની સગાઈ થતાં યુવકે તેને બદનામ કરવા પ્લાન બનાવ્યો હતો. જોકે, પોલીસના હાથે તે પકડાઈ જતો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર, વાઘોડિયા રોડ પર રહેતી યુવતીની 6 મહિના પહેલા સગાઈ થઈ હતી. જ્યારે તેનો પૂર્વ બોયફ્રેન્ડ યુવતીનું સોશિયલ મીડિયા (Vadodara Youth makes fake Social Media ID) પર બોગસ એકાઉન્ટ બનાવીને યુવતીના ફોટો પોસ્ટ કરતો હતો. આ ફોટો તેના સંબંધીને પણ મોકલતો હતો. યુવતીને આ અંગે જાણ થતા તેણે તપાસ કરતાં સમગ્ર પ્રકરણ પાછળ પૂર્વ બોયફ્રેન્ડ હોવાની જાણ થતાં તેણે અમિતકુમાર વિનોદસિંહ સામે સાઈબર ક્રાઈમમાં (Vadodara Cyber Crime) ફરિયાદ નોંધાવી હતી.
અભ્યાસ દરમિયાન આવ્યા હતા પરિચય વડોદરા વાઘોડિયા રોડ પર રહેતી રિમા (નામ બદલ્યું છે) વર્ષ 2019માં સાપુતારા ખાતે હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કરતી હતી. ત્યાં તેઓ અભ્યાસ દરમિયાન પરિચયમાં આવ્યા હતા. તેઓ બંને એકસાથે અભ્યાસ કરતા હોવાના કારણે મિત્રતા ગાઢ બની હતી અને પ્રેમમાં ફેરવાઈ (Social Media ID for disgraced Ex Girl Friend) હતી. 2 વર્ષના પ્રેમ સંબંધ બાદ રિમા અને અમિતે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. જોકે, રિમાના પરિવારની અનુમતી ન હોવાના કારણે (Social Media ID for disgraced Ex Girl Friend) તેણે અમિત સાથેના સંબંધો તોડી નાખ્યા હતા.