વડોદરા :શહેરના ગોત્રી વિસ્તારમાં નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં સાળાએ બનેવીને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. સાસુના ઘરે ગેસ સિલિન્ડર પૂરો થઈ જતા જમાઈ ગેસ સિલિન્ડર આપવા સાસરીમાં આવ્યો હતો. તે દરમિયાન સાળા અને બનેવી વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થતાં ઉશ્કેરાઈ ગયેલા સાળાએ બનેવીના છાતીના ભાગે ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેતા આ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ મામલે ગોત્રી પોલીસ મથકમાં 3 શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં ત્રણ શખ્સોની અટકાયત કરવામાં આવી છે.
પત્નીએ નોંધાવી ફરિયાદ :ગોત્રી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ઓમ રેસીડેન્સીમાં રહેતા સપના બારોટે નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓની મમ્મી સદગુરુ એપાર્ટમેન્ટમાં રહે છે. તેઓના ઘરે ગેસ સિલેન્ડર ખાલી થઈ ગયો હતો. જે દર વખતે તેઓ દ્વારા આપવામાં આવતો હતો. આ દરમિયાન ગતરોજ રાત્રીના સાડા દસ વાગે ગયા હતા. જ્યાં તેઓની માતા ન મળતા રાહ જોતા માસીન ઘરેથી પરત આવ્યા હતા. સિલેન્ડર આપી ખાલી બોટલ લઈ નીકળતા હતા. આ દરમિયાન સદગુરૂ ફ્લેટના ગેટ પાસે રાત્રીના અગિયાર વાગ્યાના સમયે સપનાની માસીનો છોકરો સાહિલ બાબુરાવ રાણા ચપ્પુ લઈને આવ્યો હતો અને ઝઘડો કરવા લાગ્યો હતો. આ દરમિયાન પતિ ધવલભાઈ પર છરીના ઘા ઝીંક્યા દીધા હતા.
108 મારફતે હોસ્પિટલમાં ખસેડાયા : આ દરમિયાન પતિ ધવલભાઈ મોપેડ પરથી નીચે પટકાયા હતા. તે દરમિયાન ચિરાગ રાણા આવ્યો હતો અને તેને સાહિલના હાથમાંથી ચપ્પુ લઇ તે ચપ્પુ વડે ધવાલભાઈને મારવા લાગ્યા હતા અને માસા બાબુરાવ રાણા પણ પ્લાસ્ટીકની પાઈપ લઈને આવ્યા અને મારા પતિ ધવલને માથાના ભાગે અને શરીરે મારવા લાગેલા હતા. આ મારમારીમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત પતિને હોસ્પિટલ લઈ જવા માટે 108ને કોલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ચિરાગ અને સાહિલ સફેદ કલરની સ્વીફ્ટ ગાડી ભાગી ગયા હતા. ઈજાગ્રસ્ત પતિને શહેરની ગોત્રી હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન હજાર તબીબે મૃત જાહેર કર્યા હતા.