ઉલ્લેખનીય છે કે, બાળપણમાં સ્કેટિંગ ચેમ્પિયન રહેલા કૌશિકે કિશોરાવસ્થામાં એથ્લેટિક્સના ક્ષેત્રમાં હાઈ જંપર બનવાનો નિર્ધાર કર્યો અને બારમાં ધોરણના આ વિદ્યાર્થી રમતવીરે અત્યાર સુધીમાં 50 જેટલાં પદકો જીત્યા છે.
કૌશિકના પિતા રાજેન્દ્ર જાધવ પોલીસ કર્મચારી છે અને બચપણથી દીકરાના આ રમત શોખને એમણે ઉત્તેજન આપ્યું છે. હાલમાં કૌશિક સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત નડીયાદની રમત અકાદમી ખાતે કુશળ કોચના માર્ગદર્શન હેઠળ ત્રણ વર્ષથી કોચિંગ મેળવી રહ્યો છે. રાજ્ય સરકારની આ સુવિધાએ એના હાઈ જંપર તરીકેના ઘડતરમાં ઘણું મોટું યોગદાન આપ્યું છે અને એને પ્રોત્સાહિત કર્યો છે.
વડોદરાના કૌશિક જાધવે હાઈ જંપમાં 6માં મેડલ જીતી ગુજરાતને અપાવ્યું ગૌરવ અત્યાર સુધીમાં 14 નેશનલ્સ રમી 6માં મેડલ્સ જીત્યા કૌશિક જાધવ તેની નેશનલ જુનિયર એથ્લેટિક્સમાં રજત પદકની સિદ્ધિથી ખૂબ પ્રોત્સાહિત થયો છે. એનું કહેવું છે કે, આ એવી સ્પર્ધા છે જેના માટે ભારતભરના રમતવીરો આખું વર્ષ ખુબ જ મહેનત કરે છે. રમતવીરોની ભરતી કરતી સંસ્થાઓ અને કંપનીઓ અહીંથી ખેલાડીઓની જોબ માટે પસંદગી કરે છે એ દ્રષ્ટિએ પણ કૌશિક માટે આ મહત્વપૂર્ણ સિદ્ધિ છે.
વડોદરાના કૌશિક જાધવે હાઈ જંપમાં 6માં મેડલ જીતી ગુજરાતને અપાવ્યું ગૌરવ કૌશિક હવે નેશનલ સ્કૂલ ગેમ્સ અને ખેલો ઇન્ડિયા એથ્લેટિક્સમાં કૌવત બતાવવા પરસેવો પાડી રહ્યો છે. આ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ ઇન્ડિયા કેમ્પમાં પસંદગીના દ્વાર ખોલે છે અને નેશનલમાંથી ઇન્ટરનેશનલ તરફ લઈ જાય છે. એટલે કૌશિક કેરિયરના હાઈ જમ્પ માટે ઊંચામાં ઊંચા કુદકા મારવાની કુશળતા કેળવી રહ્યો છે. કૌશિકે વર્ષ 2018માં રાજસ્થાનના અલવર ખાતે રમાયેલી વેસ્ટ ઝોન મીટમાં 1.95 મીટર્સનો કૂદકો લગાવીને મીટ રેકોર્ડ બનાવ્યો જે સાત રાજ્યોમાં આજે પણ અજેય છે.