ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara News : વ્હાઈટ હાઉસ પર દબાણનું બુલડોઝર તંત્રએ રોકી દીધું, પુત્રએ હાઈકોર્ટે સ્ટે આપ્યાનો કર્યો દાવો - 100 crore government land scam

વડોદરામાં વ્હાઇટ હાઉસનું દબાણ હટાવવાની કામગીરી ઉભી રહી ગઈ છે. વ્હાઈટ હાઉસ પર સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પરતું પુત્ર એ હાઈકોર્ટનો સ્ટે આવ્યા હોવાનો દાવો કર્યો છે.

Vadodara News : વ્હાઈટ હાઉસ પર દબાણનું બુલડોઝર તંત્રએ રોકી દીધું, પુત્રએ હાઈકોર્ટે સ્ટે આપ્યાનો કર્યો દાવો
Vadodara News : વ્હાઈટ હાઉસ પર દબાણનું બુલડોઝર તંત્રએ રોકી દીધું, પુત્રએ હાઈકોર્ટે સ્ટે આપ્યાનો કર્યો દાવો

By

Published : Feb 15, 2023, 3:33 PM IST

Updated : Feb 15, 2023, 4:21 PM IST

વ્હાઇટ હાઉસને લઈને હાઇકોર્ટે દ્વારા સ્ટે આવ્યો હોવાના સમાચાર માળતા જ કામગીરી અટકવાઈ

વડોદરા : વ્હાઈટ હાઉસનું દબાણ તોડતા સમયે બબાલ સર્જાઈ હતી. જેમાં ભુ માફિયા સંજયસિંહના પુત્ર કુમારસિંહ પરમારએ કામગીરી રોકાવી હતી. આ મામલે હાઈકોર્ટે કામગીરી રોકવાનો ઓર્ડર આપતા તંત્રએ કામગીરી રોકી દીધી છે. જ્યાં સુધી હાઇકોર્ટનો અન્ય આદેશ નહિ થાય ત્યાં સુધી તંત્ર બાંધકામ નહિ તોડી શકે. સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ વિભાગ 4 આશિષ મોદીએ જણાવ્યું કે, સરકારી વકીલે ફોન કરી બપોરે 2.30 વાગ્યા સુધી કામ રોકી દેવા સૂચના આપી હતી જેનો અમલ કર્યો છે.

વ્હાઇટ હાઉસ

શું હતો મામલો :વડોદરા શહેરના દંતેશ્વરમાં 100 કરોડની સરકારી જમીન કૌભાંડમાં ગેરકાયદેસર પોતાના નામે કર્યાનો માહોલ હતો. વૈભવી બંગલો બનાવી મકાનોની સ્કીમ પાડનાર આરોપી સંજયસિંહ પરમાર શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રિમાન્ડ દરમિયાન સમગ્ર મામલો સામે આવ્યો હતો. વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ જમીન પચાવી પાડવાના મામલે શરત ફેર અને બિનખેતીના ખોટા દસ્તાવેજો બનાવી હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત તેના પર પોતાનો વૈભવી બંગલો તેમજ ટેનામેન્ટની સ્કીમ બનાવવાના બહુચર્ચિત કૌભાંડની તપાસમાં ચોકાવનારી વિગતો બહાર આવી હતી.

હાઇકોર્ટનો સ્ટે આવતા વ્હાઈટ હાઉસ પર કામગીરી અટકાવાય

આ પણ વાંચો :White House scam : 100 કરોડની સરકારી જમીનના દબાણ હટાવવાનું શરુ, વ્હાઇટ હાઉસ પર હથોડા પડ્યાં

53 સબ પ્લોટ પાડી વેચાણ કર્યું :શરૂઆતથી જ વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ આ જમીન કૌભાંડ મામલે તપાસ કરી હતી, ત્યારે પાંચ દિવસના રિમાન્ડ દરમિયાન કૌભાંડી સંજયસિંહ પરમાર સરકારી જમીન પર 53 સબ પ્લોટ પાડી તેનું વેચાણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. જેમાં વિવિધ ગ્રાહકો પાસેથી બેથી ત્રણ કરોડ રૂપિયાની રકમ મેળવી હોવાનું પણ બહાર આવ્યું છે. સાથે જ સહ આરોપી શાંતાબેનને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો :Vadodara News : 100 કરોડની જમીન કૌભાંડ મામલે વૈભવી વ્હાઇટ હાઉસ પર ફરશે બુલડોઝર

માલિકના પુત્રનું નિવેદન : આ ઉપરાંત પુત્ર એ જણાવ્યું કે, હાઇકોર્ટના સ્ટેની કોપી કૅલૅક્ટરને મેલ દ્વારા મોકલી આપવામાં આવી છે. ઘર તોડવાનું કામ અત્યારે અટક્યું છે. ઉલ્લેખનીય છે કે, 100 કરોડની સરકારી જમીન હડપવાના મામલામાં સિટી સર્વે સુપરીન્ટેન્ડેન્ટ દ્વારા વ્હાઇટ હાઉસ સહિતના બાંધકામ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારે હવે હાઈકોર્ટનો દ્વારા સ્ટે આવ્યો હોવાના સમાચાર મળતા કામગીરી ઉભી રહી ગઈ છે.

Last Updated : Feb 15, 2023, 4:21 PM IST

ABOUT THE AUTHOR

...view details