સુરત : વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી જ્યારે પરીક્ષા લેવામાં આવે છે. ત્યારે પ્રશ્નપત્રોમાં ઘણી બધી ભૂલો સામે આવતી હોય છે. જેને કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હોય છે. ત્યારે આ બાબતને ગંભીરતાથી લઈ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ દ્વારા હવેથી આ સમસ્યાને રોકવા માટે તેમણે તમામ પ્રશ્નપત્રો તૈયાર કરનાર અધ્યાપકોને રૂબરૂ બોલાવીને તેઓને ફરી પાછા આપવામાં આવ્યા છે. વર્તમાન અભ્યાસક્રમ મુજબ ફરીથી પેપર સેટ કરવા અને તેમ છતાં આમાં કોઈ ભૂલ સર્જાય તો પ્રશ્નપત્રો તૈયાર કરનાર અધ્યાપકને દંડ કરવામાં આવશે તેવો આદેશ આપ્યો છે.
યુનિવર્સિટીના કુલપતિએ શું કહ્યું : આ બાબતને લઈને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું કે, અમારી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની અંદર 300 જેટલી કોલેજો આવી છે. તેમાં જ્યારે બે લાખ કરતા વધારે વિદ્યાર્થીઓ વિવિધ અભ્યાસક્રમની પરીક્ષા આપી રહ્યા હોય ત્યારે પ્રશ્નપત્રોની અંદર પેપર સેટ કરના અધ્યાપકો દ્વારા અલગ અલગ પ્રકારની સમસ્યાઓ ઊભી થતી જોવા મળી રહી છે.
આ પણ વાંચો :Rajkot paper leak: ધોરણ 12નું પેપર ફૂટવાની ઘટના મામલે રાજકોટ ક્રાઈમબ્રાન્ચ દ્વારા તપાસ