વડોદરા નજીક આવેલા ભાયલી ગામને કોર્પોરેશનની હદમાં સમાવેશ ન કરવા માગ - ભાયલી,વેમાલી અને સેવાસી ગામ
વડોદરા: શહેર નજીક આવેલા ભાયલી, વેમાલી અને સેવાસી ગામને કોર્પોરેશનની હદમાં સમાવી લેવા માટેની કામગીરી ચાલી રહી છે, ત્યારે સ્થાનિકોએ આ ગામને કોર્પોરેશની હદમાં સમાવેશ ન કરવા માટે આવેદન પાઠવ્યું હતું.
વડોદરા નજીક આવેલા ભાયલી ગામને કોર્પોરેશનની હદમાં સમાવેશ ન કરવા માગ
આ ગામના લોકો દ્વારા ગામોને કોર્પોરેશની હદમાં નહીં સમાવેશ કરવા મુદ્દે ભાયલી ગામના લોકો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર અપાયુ હતું.ગામ લોકોની માંગ છે કે,ભયાલિ અને આસપાસના ગામોને કોર્પોરેશનની હદમાં સમાવેશ કરવામાં ન આવે.આ ગામોને કોર્પોરેશનની હદમાં સમાવેશ કરાશે તો ગ્રામ પંચાયતની સ્વતંત્રતા પર તરાપ લાગશે.તો આ સાથે જ પ્રજાકીય અને વિકાશીલ કામો અટકી જશે અને ભ્રષ્ટાચાર થશે તેવી આશકની સાથે લોકો વિરોધ કરી રહ્યા છે.આ વિરોધ સાથે સ્થાનિકો એ રજુઆત કરી આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.