ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara Viral Video: MS યુનિવર્સિટી ફરી વિવાદમાં, યુવતી નમાઝ અદા કરતા હોવાનો વિડીયો થયો વાયરલ

વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ (Vadodara university viral Namaz Video) યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં ઘેરાય છે. એમ.એસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના બોટની ડિપાર્ટમેન્ટમાં યુવતી નમાઝ અદા કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ (MS University namaz video) થયો છે. જેને લઇ ફરી એકવાર વિવાદમાં આવી છે. આ વાયરલ વિડીઓને લઇ હિન્દુ સંગઠનોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. અગાઉ પણ બે વાર સંસ્કૃત ફેકલ્ટીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

MS યુનિવર્સિટી ફરી વિવાદમાં, યુવતી નમાઝ અદા કરતા હોવાનો વિડીયો વાયરસ
MS યુનિવર્સિટી ફરી વિવાદમાં, યુવતી નમાઝ અદા કરતા હોવાનો વિડીયો વાયરસ

By

Published : Jan 16, 2023, 3:30 PM IST

Vadodara Viral Video: MS યુનિવર્સિટી ફરી વિવાદમાં, યુવતી નમાઝ અદા કરતા હોવાનો વિડીયો થયો વાયરલ

વડોદરા: પ્રાપ્ત માહિતી અનુસાર એમ.એસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના બોટની ડિપાર્ટમેન્ટના રૂમમાં એક યુવતી વાયરલ વિડીઓમાં નમાઝ અદા કરતી જોવા મળી રહી છે. આ વિડીયો બે દિવસ અગાઉનો હોવાનું હાલમાં સામે આવ્યું છે. પરંતુ આ વીડિયોની પુષ્ટિ ETV BHARAT કરતું નથી. આ અગાઉ પણ એમ.એસ યુનિવર્સિટી બે અલગ અલગ નમાઝના વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

આ પણ વાંચોઃડ્રગ્સ કેસના 3 આરોપીના ATSએ 21 જાન્યુઆરી સુધીના રિમાન્ડ લીધા

વીડિયો વાયરલ: જેને લઇ અગાઉ યુનિવર્સિટી વિવાદમાં આવી હતી. યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા કડક પગલાં ન લેવાતા ફરી એકવાર સાયન્સ ફેકલ્ટીની બોટની વિભાગનો જ નમાઝ પઢવાનો વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીઓને લઈ હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે યુનિવર્સિટી સેનેટ મેમ્બર દ્વારા ફેકલ્ટીના ડિનને ઉગ્ર રજૂઆત કરવામાં આવશે.

અગાઉ પણ બનેલુંઃ આ અગાઉ પણ સંસ્કૃત ફેકલ્ટીનો વિડીયો વાયરલ થયો હતો. એમ.એસ યુનિવર્સિટીમાં સંસ્કૃત મહાવિદ્યાલયની બહાર જાહેરમાં બે લોકો નમાજ પડી રહ્યા હતા. તેનો વિડિયો અગાઉ પણ વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોને લઈ હાલમાં વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે.આ વાયરલ વિડિઓ ને લઈ યુનિવર્સિટીમાં ભારે ઘરમાવો જોવા મળી રહ્યો છે અને ફરી એકવાર વિવાદ વધુ વકરી શકે છે. કરણ કે અગાઉ પણ આ પ્રકારે નમાઝ મામલે વિદ્યાર્થી સંઘઠનો અને હિન્દૂ સંઘઠનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો

આ પણ વાંચોઃવડોદરામાં વ્યાજંવાદઃ 40 લાખની ચૂકવણી છતાં ઉઘરાણી, વાંચો આખો કેસ

સવાલ ઊભા થયાઃ તરફ યુનિવર્સિટીના સત્તાધીશો સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. વારંવાર એમ.એસ યુનિવર્સિટી કેમ વિવાદમાં આવી રહી છે?યુનિવર્સિટીમાં કેમ વારંવાર નમાઝનું પઠન કરવામાં આવી રહ્યું છે? શું જાણી જોઈને આ વિવાદ કરવામાં આવી રહ્યા છે? આવી ઘટનાઓ રોકવા માટે યુનિવર્સિટી તંત્ર કેમ નિષ્ફળ નીકળ્યું છે? જેવા અનેક સવાલો હાલમાં એમ.એસ યુનિવર્સિટીના સત્તાધીશો સામે ઊભા થઈ રહ્યા છે.

આ અંગે ધર્મગુરુ ડોક્ટર જ્યોતિનાથ મહારાજ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે આ વાયરલ વિડિઓ એ આયોજન પૂર્વક બનાવામાં આવ્યો છે. અને મનુષવયમાં કોમી ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં યુવતીનો ચહેરો ન દેખાય તે પ્રકારી વિડિઓ આયોજન બદ્ધ વાયરલ કરવામાં આવ્યો છે અને આ મામલે અગાઉ પણ વિડિઓ વાયરલ થયો તે બાબતે પણ રજુઆત કરી હતી અને ફરી એકવાર આ વિડિઓ મામલે અમે રજુઆત કરીશું.--જ્યોતિનાથ મહારાજ

ABOUT THE AUTHOR

...view details