વડોદરા : કરજણના ફતેપુરા ગામ નજીકથી પસાર થતી નર્મદા નદીની કેનાલમાંથી એક જ પરિવારની બે સગીર દીકરીઓના મૃતદેહ મળી આવ્યા હતા. જાણવા મળતી માહિતી મુજબ કરજણ તાલુકાના ફતેપુરા ગામે રહેતા પ્રવીણભાઈ પટેલની બે સગીર દીકરીઓ કોઈક કારણોસર ઘરેથી ગુમ થઈ હતી. એક જ પરિવારની બે દીકરીઓ હતી. ઘરમાં ચાલતા કંકાસથી કંટાળીને આ બંને દીકરીઓએ પોતાનો અંતિમ શ્વાસ લીધો હતો.
પરિવારનો માળો વિખાયો :કરજણના ફતેપુરા ગામે રહેતા પ્રવીણભાઈ પટેલની બે સગીર વયની દીકરીઓ ગઈકાલે બપોરના સમયથી આ બંને દીકરીઓ ઘરેથી ચાલી નીકળી હતી. રાત્રિના સમય દરમિયાન બંને દીકરીઓ ઘરે પરત ન ફરતા પરિવારજનોએ ચિંતા વ્યક્ત કરી હતી. પરંતુ જાણવા મળતી માહિતી મુજબ આ બંને દીકરીઓ ઘરમાં ચાલતા કંકાસ આ બંને દીકરીઓને લાગી આવતા બંને દીકરીઓ ઘરેથી ચાલી નીકળી હતી અને બંનેએ નર્મદા કેનાલમાં ઝંપલાવી દીધું હતું.
આ પણ વાંચો :Porbandar Crime : બુટલેગરના બંધ મકાનમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો