ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં ધારાસભ્યના હસ્તે રોડનું ખાતમૂહૂર્ત કરાયું - under construction road

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના સાંસરોદ ગામમાં રૂપિયા 5 લાખના ખર્ચે નિર્માણાધિન માર્ગનું ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે ખાત્મૂહૂર્ત કરાયું હતું. નવો રસ્તો બની ગયા બાદ ગામના લોકોને ચોમાસાની ઋતુમાં પડતી મુશ્કેલીથી છુટકારો મળશે.

Vadodara
વડોદરા

By

Published : Jan 24, 2020, 7:50 PM IST

વડોદરા: વડોદરા જિલ્લાના સરહદી ગામ સાંસરોદ ખાતે રૂપિયા 5 લાખના ખર્ચે નિર્મણાધિન RCC માર્ગનું કરજણ-શિનોર-પોર બેઠકના ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.

વડોદરા: નિર્માણાધિન માર્ગનું ધારાસભ્યના હસ્તે ખાત મુહૂર્ત કરાયું

નિર્માણાધિન માર્ગ ધારાસભ્યને મળતી ગ્રાંટમાંથી મંજૂર થયેલા રૂપિયા 5 લાખના ખર્ચે બનાવવામાં આવશે. RCCનો નવો માર્ગ બની ગયા બાદ ગ્રામજનોને ચોમાસાની ઋતુમાં પડતી મુશ્કેલીમાંથી છુટકારો મળશે. માર્ગના ખાત મુહૂર્તના પ્રસંગે જિલ્લા કોંગ્રેસના મહામંત્રી ભાસ્કર ભટ્ટ, મિતેષ પટેલ, તાલુકા પંચાયતના સદસ્ય, ગામના સરપંચ, ઉપસરપંચ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details