ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા: કુમેઠા ગામના તળાવમાં મગરોના આંતક - Forest Department

વાઘોડિયા વનવિભાગ અને વડોદરા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યું ટ્રસ્ટ દ્વારા સાડા પાંચ ફુટ નો એક મગર પાંજરે પુરવામાં આવ્યો હતો અને બીજા બે મગરો માટે પાંજરુ મુકવામાં આવ્યું છે.

xx
વડોદરા: કુમેઠા ગામના તળાવમાં મગરોના આંતક

By

Published : May 28, 2021, 12:40 PM IST

  • કુમેઠા ગામના તળાવમાં મગરનો આંતક
  • વન વિભાગ દ્વારા 1 મગર પકડવામાં આવ્યો
  • 2 મગરો માટે પાંજરુ મુકવામાં આવ્યું

વડોદરા : જિલ્લાના કુમેઠા ગામમાના તળાવમાં 2-3 મગર આવી જતા ગામના સરપંચે વન વિભાગ અને વાઇલ્ડ લાઇફ રેસ્કયૂ ટ્રસ્ટને જાણકારી આપી હતી. વનવિભાગે આ બાબતે કામગીરી હાથ ધરી એક મગરને પાંજરે પૂર્યો હતો.

ગામવાસીઓને તકલીફ

વાઇલ્ડ લાઇફ રેસ્કયૂ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદભાઈ પવાર પર વાઘોડિયા તાલુકાના કુમેઠા ગામ માંથી સરપંચનો ફોન આવ્યો હતો કે અમારાં ગામના તળાવ માં બે થી ત્રણ મગર આવી ગયાં છે અને તે અવાર નવાર બકરી , કુતરા, વાછરડા પર હુમલો કરે છે.જેના કારણે ગામના લોકો તળાવમાં પાણી ભરવા કે કપડા ધોવા માટે જઈ શકતા નથી.આ મગર રાત્રીના સમયે ઘર સુધી આવી ચડે છે તો મગરને પકડી ને કોઇ સલામત જગ્યાએ છોડી દો.જેથી ગામના લોકો શાંતિથી રહી શકે.

વડોદરા: કુમેઠા ગામના તળાવમાં મગરોના આંતક

આ પણ વાંચો : નેચર હેલ્પ ફાઉન્ડેશન દ્વારા 9 ફૂટનો મગર પકડવામાં આવ્યો

2 મગર હજુ પણ તળાવમાં

આ ફોન આવતાની સાથે વાઇલ્ડ લાઇફ રેસ્કયું ટ્રસ્ટ અને વાઘોડિયા વનવિભાગ દ્વારા આ મગર ને પકડવા માટે એક પીંજરું મુકવામાં આવ્યું હતું.જેમાં એક સાડા પાંચ ફૂટનો મગર પુરાઇ ગયો હતો. સ્થળ પર જઈ તપાસ કરતા એક સાડા પાંચ ફુટનો એક મગર પાંજરે પુરાયો જોવા મળ્યો હતો.જેને સહી સલામત રીતે બહાર કાઢી વાઘોડિયા વનવિભાગને સોપવામાં આવ્યો હતો.અરવિંદ પવારના જણાવ્યા અનુસાર હજુ પણ ગામના તળાવ માં બે મગર હોવાથી વાઘોડિયા વન વિભાગ અને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટ દ્વારા પીંજરું મુકવા માં આવ્યું છે જેથી બીજા મગર પણ પકડાઈ જાય જેથી ગામ ના લોકો હાશકારો થાય અને તે તળાવમાં પાણી ભરવા અને કપડા ધોવા જઈ શકે.

ABOUT THE AUTHOR

...view details