વડોદરા: ઉત્તર-પૂર્વ અરેબિયન સાગરમાં મધ્ય તેમજ નીચલા લેવલ પર એન્ટી સાઈક્લોનિક સર્ક્યુલેશનના કારણે શહેરમાં હિટવેવના પગલે 12 થી 14 એપ્રિલ સુધી 44 ડિગ્રી સુધી પારો પહોંચવાની આગાહી હવામાન દ્વારા કરવામાં આવી હતી. આ હિટવેવના પગલે મંગળવારે ગરમીનો પારો 42.2 ડિગ્રી સુધી નોંધાયો હતો,જે ઉનાળાનું સૌથી વધુ તાપમાન છે.
વડોદરામાં તાપમાન 41 ડિગ્રીએ પહોંચ્યું, ગરમીથી લોકો થયા ત્રાહિમામ - કોરોના વાઇરસ ગુજરાતમાં
વડોદરામાં વૈશ્વિક મહામારી કોરોનાંના ગ્રહણ વચ્ચે બુધવારે ગરમીનું તાપમાન 41 ડિગ્રીએ પહોંચ્યું હતું.લોકડાઉનને લઈ પક્ષીઓ જાહેર માર્ગો તેમજ જળાશયોમાં ગરમીથી રક્ષણ મેળવતા નજરે પડ્યા હતા.

વડોદરા: ગરમીનું તાપમાન 41 ડિગ્રીએ પહોંચ્યુ
જોકે હિટવેવની અસર થોડી ઓછી થતા બુધવારે ગરમીમાં 1 ડિગ્રી પારો ગયો હતો,જેથી 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.એન્ટી સાયકલોનીક સર્ક્યુલેશનની અસર પુરી થયા બાદ વડોદરામાં મેદાની વિસ્તારમાંથી ગરમ પવનો ફૂંકાતા ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો હતો.