- અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હાડકા મળ્યા હતા તે સ્થળે પહોંચી
- અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દહેજ અને PIના નિવાસ સ્થાને તપાસ હાથ ધરી
- કેસના તમામ જરૂરી પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી
વડોદરા :સ્વિટી પટેલ ગુમ કેસની તપાસ કરી રહેલા અમદાવાદા ક્રાઇમ બ્રાન્ચના ACP ડી.પી. ચુડાસમા સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, આ કેસની તપાસ અમે આજથી હાથમાં લઇ શરૂ કરી છે. જેના અનુસંધાને આજે કરજણ સ્થિત સ્વિટી પટેલ અને અજય દેસાઇના નિવાસ સ્થાને તપાસ હાથ ધરવામાં આવી હતી. વધુમાં તેઓએ જણાવ્યું કે, જે સ્થળેથી હાડકા મળી આવ્યા હતા. તે સ્થળની તપાસ કરી પંચનામુ કરવામાં આવ્યું છે. આવતીકાલે ફોરેન્સિક રિપોર્ટ અંગે તપાસ કરવામાં આવશે. આ કેસના તમામ જરૂરી પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : સ્વીટી પટેલ કેસ ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોપવામાં આવ્યો