ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara News: વડોદરામાં પુરવઠા વિભાગનો સપાટો, સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનને કરાઈ સીલ - government approved cheap grain shop

વડોદરામાં પુરવઠા વિભાગએ કાર્યવાહી કરી છે. વડોદરામાં પુરવઠા વિભાગ (Vadodara supply department) દ્વારા સસ્તા અનાજની દુકાન સીલ કરવામાં આવી છે. મોડી રાત્રે વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં પુરવઠા વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનને સીલ કરવામાં આવી છે.

વડોદરામાં પુરવઠા વિભાગનો સપાટો સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનને કરાઈ સીલ
વડોદરામાં પુરવઠા વિભાગનો સપાટો સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનને કરાઈ સીલ

By

Published : Feb 6, 2023, 3:52 PM IST

વડોદરા:શહેરમાં પુરવઠા વિભાગએ અટલાદરામાં આવેલી તૈલી બંસીલાલ ભગવાનલાલ નામની સસ્તા અનાજની દુકાન સીલ કરવામાં આવી છે. દુકાનમાં ગેરરીતિ ચાલતી હોવાની પુરવઠા વિભાગને બાતમી મળી હતી. મળતી માહિતી અનૂસાર દુકાનમાં સરકારી બોરીમાંથી અનાજ ખાનગી બોરીમાં પેકિંગ કર્યા હોવાની આશંકા જોવા મળી રહી છે.

વડોદરામાં પુરવઠા વિભાગનો સપાટો સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનને કરાઈ સીલ

આ પણ વાંચો Vadodara News : ડિપ્રેશનથી બચાવવા એપ્લિકેશનમાં બનાવી, આ રીતે કરશે કામ

દુકાન પર નોટિસ:પુરવઠા વિભાગે દુકાન પર નોટિસ પણ ચોંટાડી હતી. નોટીસમાં દુકાનદાર સીલ પરવાનગી વગર ખોલશે તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી વેરા વિભાગ અને વિજ વિભાગ દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. વડોદરામાં પુરવઠા વિભાગ દ્વારા સસ્તા અનાજની દુકાન સીલ કરવામાં આવી છે. જેમાં મોડી રાત્રે વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં પુરવઠા વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે.

સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનને સીલ

આ પણ વાંચો Kuber Dindor Vadodara Visit: ડિંડોરે કહ્યું, બાળકનું એક વર્ષ ન બગડે એ માટે બાલવાટિકાની વ્યવસ્થા

અનાજની દુકાનને સીલ:વડોદરા શહેરના અટલાદરમાં વિસ્તારમાં આવેલી તૈલી બંસીલાલ ભગવાનલાલ નામના સંચાલકની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનને સીલ કરવામાં આવી છે. સરકારી સસ્તા અનાજમાં કૌભાંડના આરોપી બાદ અહીં તપાસની કાર્યવાહી કરવામાં આવી છે. અટલાદરા વિસ્તારમાં ગત મોડી રાત્રે પુરવઠા વિભાગની ટીમ તૈલી બંસીલાલ ભગવાનલાલ નામના સંચાલકની સસ્તા અનાજની દુકાને પહોંચી હતી. દુકાન પર નોટિસ ચોંટાડી દુકાનને સીલ કરવામાં આવી છે.

વડોદરામાં પુરવઠા વિભાગનો સપાટો સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનને કરાઈ સીલ

અનાજ પુરવઠો સગેવગે:અટલાદરમાં આવેલ સસ્તા અનાજની દુકાનમાં તૈલી બંસીલાલ ભગવાનલાલે સરકારી બોરીમાંથી અનાજ ખાનગી બોરીમાં પેકિંગ કર્યા હોવાની આશંકા હોવાથી પૂરવઠા વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મહત્વનું છે કે, સસ્તા અનાજની આ દુકાનમાંથી મહિનામાં બે વખત વહેલી સવારે અનાજ પુરવઠો સગેવગે કરાય છે. ગ્રાહકોને પૂરતું અનાજ આપવામાં આવતું ન હોવાના આક્ષેપ થયા છે. પૂરવઠા વિભાગ દ્વારા દુકાન પર નોટિસ પણ લગાવવમાં આવી છે. દુકાનદાર સીલ પરવાનગી વગર દુકાન ખોલશે તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે.

વ્યાજબી ભાવની દુકાન:દુકાન પર લગાવેલ નોટિસમાં લખવામાં આવ્યું છે કે, તારીખ 4 ફેબ્રુઆરીએ મળેલી બાતમીના આધારે સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનની તપાસ કરવા માટે દુકાનના સ્થળ ડિવાઇન એડીફેસ કોમ્પલેક્ષ ખાતે આવ્યા હતા. દુકાનના સંચાલકને મોબાઇલથી સંપર્ક કરી દુકાન સ્થળે બોલાવતા દુકાન સંચાલકે બહાર હોવાથી નહીં આવી શકે તેમ જણાવ્યું હતું.

કાયદેસરની કાર્યવાહી:તારીખ 5 ફેબ્રુઆરી 2023ના 12: 15 કલાકે આ દુકાન પુરવઠા નિરિક્ષક, પુરવઠા શાખા, કલેક્ટર કચેરી વડોદરા દ્વારા સીલ કરવામાં આવે છે. સીલ સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય ખોલી શકાશે નહીં અને જો આવું કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સરકારી બોરીમાંથી અનાજ ખાનગી બોરીમાં પેકિંગ કર્યા હોવાની આશંકા છે. ગ્રાહકોને પૂરતું અનાજ નથી આપવામાં આવતું હોવાના આક્ષેપ થયા છે.

ABOUT THE AUTHOR

...view details