વડોદરા : આ બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ સેવાસી વિસ્તારમાં રહેતા 50 વર્ષીય મનીષ પટેલ જે વહેલી સવારે ઘરેથી યુગા જવા માટે નીકળ્યા હતા. ત્યાર બાદ તેઓ ગોત્રી વિસ્તારમાં આવેલા ઓસીયા હાઇપર માર્કેટ સામે આવેલી રેડ કોરલ અન્ડર કન્સ્ટ્રક્શન બિલ્ડીંગનું કન્ટ્રક્શન ચાલી રહ્યું હતું. ત્યારે આ ઈમારત ઉપર ચઢી મોતની છલાંગ લગાવી મોતને વહાલું કરી લીધું હતુ. જેથી સ્થળ ઉપર કામ કરતા કામદારો જમીન ઉપર આ લોહીથી લથબથ પડેલો મૃતદેહ જોતાં ચોંકી ઉઠ્યા હતા. આસપાસના રહીશો પણ તાત્કાલિક દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા લક્ષ્મીપુરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
Vadodara suicide case : વડોદરામાં 50 વર્ષીય વૃદ્ધે બિલ્ડીંગ ઉપર ચઢી જીવન લીલા સંકેલી - Vadodara suicide case
દેશમાં કોરોના કાળ બાદ દિવસેને દિવસે જીવન ટૂંકાવાના બનાવો વધતા જઈ રહ્યા છે. હાલમાં મોંઘવારી પણ ખૂબ જ વધી ગઈ છે અને લોકોના ખર્ચા પણ ખૂબ જ વધતા જઇ રહ્યા છે. ત્યારે માણસ આર્થિક ભીંસ કે માનસિક તણાવમાં આવી જઈને જીવન ટૂંકાવાના કૃત્યો કરતા હોય છે. ત્યારે આજ રોજ શહેરમાં એક એવો જ કિસ્સો સામે આવ્યો છે. એક 50 વર્ષીય વૃદ્ધે અન્ડર કન્સ્ટ્રક્શન બિલ્ડીંગ ઉપર ચઢી મોતની છલાંગ લગાવી હતી.
Published : Jan 12, 2024, 12:19 PM IST
પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી : વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી રેડ કોરલ અન્ડર કન્સ્ટ્રક્શન બિલ્ડીંગ પાસે એક યુવાને જીવન ટૂંકાવ્યું છે. તેવો કોલ આવતાની સાથે જ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા ડીસીપી ઝોન-1 જુલી કોટીયા પણ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા. મૃતકની ઓળખ છતી થઇ ન હતી, પરંતુ ઊંડાણ પૂર્વક તપાસમાં કરતા મૃતક વૃદ્ધ સેવાસી ના રહેવાસી હોવાનું જણાતા તેના પરિવાર નો સંપર્ક કરી સમગ્ર બનાવની જાણ કરવામાં આવી હતી.
મોતનું કારણ અકબંધ : વડોદરા શહેરના સેવાસી વિસ્તારમાં રહેતા મનીષ પટેલે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું .જે અંગેની જાણ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ફરજ પરના કર્મચારીઓ પરિવારજનોને કરતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. પરિવાર તરત જ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી વડોદરા શહેરમાં ઊંચી ઇમારત પરથી છલાંગ મારવા ના કિસ્સાઓ સામે આવ્યા છે અને આ સિલસિલો ચાલુ જ રહ્યો છે. હાલમાં તો આ 50 વર્ષીય વૃદ્ધે કયા કારણે પોતાનું જીવન ટૂંકાવ્યું તે રહસ્ય અકબંધ છે.