ગુજરાત

gujarat

By

Published : Oct 22, 2019, 2:13 PM IST

ETV Bharat / state

વડોદરાના સ્ટુડન્ટ દ્વારા આર્મી જવાનોને આભાર વ્યક્ત કરતા ગ્રીટીંગ કાર્ડ મોકલાયા

વડોદરાઃ સમગ્ર દેશમાં દિવાળીને સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. આ તહેવારની આનંદ-ઉલ્લાસ સાથે ઉજવણી કરીએ છીએ. પરંતુ દેશની રાત-દિવસ સેવા કરનારા જવાનો સતત દેશની સેવા કાજે ખડેપગે રહે ત્યારે તેમને પરિવારની હૂંફ મળી રહે તે માટે તેમનો આભાર વ્યક્ત કરતા કાર્ડ મોકલવામાં આવ્યા હતા.

વડોદરાના સ્ટુડન્ટ દ્વારા આર્મી જવાનોને આભાર વ્યક્ત કરતા ગ્રીટીંગ કાર્ડ મોકલાયા

વડોદરા એમ.એસ.યુનિવસિટીની જર્નાલીઝમ ફેકલ્ટી ખાતે દેશના જવાનો માટે લાગણીભર્યા સંદેશા સાથેના ૫૦૦થી વધારે કાર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા. તૈયાર કરેલા તમામ કાર્ડ જમ્મુ-કાશ્મીરની વિવિધ ચેકપોસ્ટ પર મોકલાશે. ત્યાંથી જવાનોને આપવામાં આવશે. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ શાળા અને એનજીઓમાં જઈ કાર્ડ કલેક્ટ કર્યા હતા. ત્યારબાદ પોસ્ટ મારફતે દેશના જવાનોને મોકલવામાં આવશે.

વડોદરાના સ્ટુડન્ટ દ્વારા આર્મી જવાનોને આભાર વ્યક્ત કરતા ગ્રીટીંગ કાર્ડ મોકલાયા

દેશના લોકો દિવાળી મનાવી શકે તે માટે દેશના જવાનો શરહદો પર ખડે પગે ઉભા રહે છે, તેમના દ્વારા વાર તહેવારની ઉજવણી કરવામાં આવતી નથી, દેશની ઉજવણીમાં જ તેમની ઉજવણી હોય છે. માટે વડોદરા એમ.એસ.યુનિવસિટીના વિદ્યાર્થીઓ દ્વારા જવાનોને કાર્ડ મોકલાવી તેમનો આભાર વ્યક્ત કરશે.

ABOUT THE AUTHOR

...view details