ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં 7થી 7 સુધી લોકડાઉનનો કડક અમલ, પોલીસ રહેશે હાજર - corona virus in vadodara

વડોદરામાં લોકડાઉન-3.0માં પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્તની પેટર્ન બદલવામાં આવી છે. જેમાં સાંજે 7થી સવારે 7 સુધી લોકડાઉનનો કડક અમલ કરાવામાં આવશે.

etv bharat
વડોદરા : સાંજે 7 થી સવારે 7 સુધી લોકડાઉનનો કડક અમલ, પોલીસ રહેશે હાજર

By

Published : May 6, 2020, 12:26 AM IST

વડોદરા: લૉકડાઉન 3.0નો મંગળવારથી પોલીસ તંત્ર તરફથી ચૂસ્ત અમલ શરુ કરવામાં આવ્યો છે. જેમાં ત્રીજા તબક્કાના લૉકડાઉન માટે પોલીસ બંદોબસ્તની પેર્ટન બદલવામાં આવી છે. પ્રથમ બે તબક્કામાં દિવસ અને રાત 50-50 ટકા ફોર્સનો બંદોબસ્ત માટે ઉપયોગ થતો હતો. હવે સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી લૉકડાઉનના સખત અમલ કરવામાં આવશે. માત્ર મેડિકલ ઈમર્જન્સીને જ જવા દેવાશે. આ સિવાય નીકળનારા વ્યકિત સામે એફ.આઈ.આર.દાખલ કરીને વાહન જપ્ત કરવામાં આવશે.

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું છે કે, લોકડાઉન 3.0 માટે ટોટલ પોલીસ ફોર્સના 60 ટકા સ્ટાફ સવારથી સાંજ સુધીના ફર્સ્ટ હાફમાં ડયુટી કરશે.40 ટકા સ્ટાફ સેકન્ડ હાફમાં ફરજ બજાવશે. અનુપમસિંહ ગેહલોતે ભારપૂર્વક કહ્યું કે, સાંજે 7થી સવારે 7 સુધી કાયદાનું ચુસ્ત પાલન કરવામાં આવશે. માત્ર મેડિકલ ઈમઈજન્સીને જ આવવા જવા દેવાશે.

વડોદરા : સાંજે 7 થી સવારે 7 સુધી લોકડાઉનનો કડક અમલ, પોલીસ રહેશે હાજર

હાલની સ્થિતિ પ્રમાણે વડોદરા શહેરમાં 59 કન્ટેઈન્મેન્ટ એરિયા છે. જે વિસ્તાર સીલ કરાયેલાં છે, માત્ર જીવન જરુરી સામગ્રી વેચવા માટે એક વ્યકિત જઈ શકે તેટલી જ જગ્યા ખુલ્લી રાખવામાં આવી છે.

બાઈટ : અનુપમસિંહ ગેહલોત, શહેર પોલીસ કમિશ્નર, વડોદરા

ABOUT THE AUTHOR

...view details