દવાખાને દવા લેવા ગયેલા વૃદ્ધાને વધુ ખર્ચો કરવાની નોબત આવી ગઇ વડોદરા: રખડતાં ઢોરના ત્રાસનો ભોગ વડોદરાના નાગરિકો આજે પણ બની રહ્યાં છે. આ પ્રકારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી ત્યારે શહેરીજનો બહાર નીકળતાં ભય અનુભવી રહ્યાં છે અને વડોદરા કોર્પોરેશન રખડતાં ઢોર હટાવવાની કામગીરીના નામે શું કરી રહી છે તેવા સવાલો પણ ઉઠાવી રહી છે. વડોદરાના કારેલીબાગમાં ગાયે ભેટી મારતાં ભૂતળીઝાપા વિસ્તારના 62 વર્ષીય વૃદ્ધ મહિલાને હાથમાં ફેક્ચર થઇ ગયું છે.
રખડતાં ઢોર હટાવવાની કામગીરી રાઉનેડ ધ ક્લોક હોવાનો તંત્રનો દાવો હોય છે શહેરમાં સમસ્યા યથાવત: સમગ્ર રાજ્યમાં રખડતા ઢોરને લઈ રાજ્ય સરકાર દ્વારા નિર્દેશ જારી કરવામાં આવ્યા છે કે રખડતા ઢોરને નિયંત્રણમાં લેવામાં આવે. પરંતુ હજુ વડોદરા શહેરમાં રખડતા ઢોરની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. વડોદરા મહાનગરમાં હજુ પણ રખડતી ગાયોના કારણે નાગરિકો ભોગ બની રહ્યા છે. ગત મોડી રાત્રે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ ભૂતળીઝાપા પાસે ગાયે અચાનક 62 વર્ષીય વૃદ્ધ મહિલાને ગાયે ભેટી મારતા હાથમાં ફેક્ચર થયું હતું.
આ પણ વાંચો Stray Cattle Issue in Gujarat High court : રખડતા ઢોરની રાજ્યવ્યાપી નીતિ ઘડવા સરકારે હાઇકોર્ટ પાસે સમય માંગ્યો
મદદ માટે દોડ્યાઃ શહેરના કારેલીબાગ વિસ્તારમાં બનેલી આ ઘટના અંગે વિગતો એવી છે કે શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતા 62 વર્ષીય મુક્તાબેન વડીયાતર તેઓના પુત્ર સાથે રહે છે. તેઓ છેલ્લા 40 વર્ષથી વિવિધ બાંગ્લાઓમાં ઘરકામ કરી પોતાના પરિવારને મદદરૂપ બને છે. મુક્તાબેન શહેરના કાસમઆલા કબ્રસ્તાન પાસે ક્લિનિકમાં દવા લેવા માટે ગયા હતા. ત્યારબાદ તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા. દરમ્યાન ભૂતળીઝાપા પાસે આવેલ પેટ્રોલપંપ ખાતે એક ગાયે તેઓને ભેટી મારી હતી. જે જોઇ આસપાસ રહેલા લોકોએ દોડી આવી તેઓની મદદ કરી હતી. હાલમાં મહિલાને હાથમાં ફેક્ચર થતા સારવાર આપવામાં આવી છે.
પાલિકા સામે પ્રશ્નો: વડોદરામાં પારાવાર ગાયના અડફેટે લેવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા રસ્તા ઉપર રખડતી ગાયોના ત્રાસથી શહેરીજનોને મુક્ત કરાવવા માટે કરવામાં આવતી રાઉન્ડ ધ ક્લોકની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. હાલમાં વડોદરા મહાનગરમાં રોડ પર રખડતી ગાયોના ત્રાસમાં કોઈ જ ઘટાડો જોવા નથી મળી રહ્યો.
વધુએક નાગરિક શિકારઃ કોર્પોરેશન દ્વારા છેલ્લા બે મહિનામાં 1500થી વધુ રખડતી ગાયને ઢોરડબ્બે પુરવામાં આવી છે. પરંતુ સમસ્યા ત્યાંની ત્યાં જ છે. ત્યારે ફરી એકવાર શહેરનો નાગરિક ભોગ ન બને તે માટે વડોદરા મહાનગરપાલિકા કઈ રીતે કામ કરે છે તે જોવું રહ્યું. લાખો રૂપિયા ઢોર પકડવાની કામગીરી માટે ખર્ચવામાં આવે છેત. છતાં પરિસ્થિતિ ત્યાંની ત્યાંજ કેમ? શા માટે કોઈ ભોગ બને ત્યાર પછી તે વિસ્તાએમાં પછી કાર્યવાહી કરવામાં આવે છે?
આ પણ વાંચો Vadodara News : માણેજામાં ગાયે ભેટીએ ચડાવતાં વૃદ્ધ મહિલાનું મોત, જુઓ હૈયુ હચમચાવનારો વીડિયો
વૃદ્ધાએ ઘટનાને વર્ણવી : આ ઘટના અંગે મુકતાબહેને જણાવ્યું હતું કે હું દવાખાને ગઇ હતી. ત્યાં દવા લીધા બાદ પરત ઘરે આવી રહી હતી. કારેલીબાગ વિસ્તારમાં પેટ્રોલપંપ નજીક ત્રણ ચાર ગાયો હતી અને ત્યાં અંધારું ખૂબ હતું. અચાનક એક ગાયે મને રોડ પર જ ફેંકી દીધી હતી. મને પાડી દીધી બાદ એક ભાઈ અને બહેને મને ગાય છે તેમ કરી ખેંચીને મને ઉભી કરી હતી. ત્યારે હાથમાં અસહ્ય દુખાવો થતા કોઈ બાઇક સવારની બાઇક પર દેસાડી ઘરે આવ્યા અને ત્યારબાદ મારા પુત્ર ગોત્રી દવાખાને લઈ ગયા અને ફેક્ચર હોવાની વાત ડોક્ટરે કરી. ત્યારબાદ ઓપરેશન કરવામાં આવ્યું હતું.