ગુજરાત

gujarat

ETV Bharat / state

ST Bus Accident : ડ્રાઇવર પેસેન્જરની તકરારમાં એસટી બસ કાંસમાં ખાબકી, એકનું મૃત્યુ - વડોદરામાં બસ ખાડામાં ખાબકી

વડોદરાના કારેલીથી જંબુસર તરફ જતી ST બસ કાંસમાં ખાબકી ભાગદોડ મચી ગઈ હતી. ST બસ પ્રવાસ કરતા 15 જેટલા લોકોને ઈજાગ્રસ્ત થયા છે અને એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે.

ST Bus Accident : ડ્રાઇવર પેસેન્જરની તકરારમાં એસટી બસ કાંસમાં ખાબકી, એકનું મૃત્યુ
ST Bus Accident : ડ્રાઇવર પેસેન્જરની તકરારમાં એસટી બસ કાંસમાં ખાબકી, એકનું મૃત્યુ

By

Published : Apr 11, 2023, 9:19 PM IST

કારેલીથી જંબુસર તરફ જતી ST બસ કાંસમાં ખાબકી

વડોદરા : આજ રોજ વહેલી સવારે કારેલીથી જંબુસર તરફ જતી બસ માસર રોડ પર આવેલા વરસાદી કાસમાં ST બસ ખાબકી હતી. આ બસની અંદર 40થી 50 જેટલા પ્રવાસી પ્રવાસ કરી રહ્યા હતા. પરંતુ જાણવા મળતી માહિતી મુજબ આ બસને અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું અને 14થી 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

આ પણ વાંચો :Mussoorie Accident : મસૂરીમાં બસ ખાડામાં પડી, માતા-પુત્રીનું મોત, 38 ઈજાગ્રસ્ત

શું હતો સમગ્ર મામલો :આજ રોજ વહેલી સવારે ST બસ કારેલીથી જંબુસર તરફ જઈ રહી હતી. તે સમય દરમિયાન માસર રોડ નજીક એક વરસાદી કાસમાં ST બસ ખાબકી હતી. પરંતુ જાણવા મળતી માહિતી મુજબ ડ્રાઇવર અને પેસેન્જર વચ્ચે કોઈ કારણોસર તકરાર ચાલી રહી હતી. જેને કારણે ડ્રાઇવરનું ધ્યાન ST બસ ચલાવવા તરફ કરતા વધારે પેસેન્જરની તકરારમાં વધુ ધ્યાન હતું. જેને કારણે ડ્રાઇવરે પોતાના સ્ટેરીંગ પરનો કાબૂના ગુમાવી દીધો હતો. જેને પગલે આ STમાં પ્રવાસ કરતા 15 જેટલા લોકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમજ એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજયું હતું.

આ પણ વાંચો :Patan News : રાધનપુર સોમનાથ રુટના બસ ડ્રાયવરને ચાલુ બસે હાર્ટ એટેક, પ્રવાસીઓને હેમખેમ રાખી મોતની સોડ તાણી

ઉપસ્થિત લોકોએ 108ને જાણ કરી :સમગ્ર ઘટના બનતા સ્થળ પર ઉપસ્થિત લોકોએ 108ને જાણ કરતા કાફલો આવી પહોંચ્યો હતો. સ્થળ પર જોતા આ ST બસની અંદર 40થી 50 લોકો પ્રવાસ કરી રહ્યા હતા. પરંતુ તેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. ચારથી પાંચ લોકોને ફેક્ચર થયું હતું તેમજ કુલ 15 લોકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું બહાર આવ્યું હતું. આ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે વડુ સીએચસી સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે,STની સ્લોગ છે કે ST સલામત સવારી પરતું હવે ક્યાંકને ક્યાંક સલામત વિખાતું જતું હોય તેવું લાગી રહ્યું છે.જેનું આ તાજુ ઉદાહરણ છે. ST બસમાં પેસેન્જર અને ડ્રાઇવર વચ્ચેની તકરારમાં પ્રવાસીઓ ભોગ બની રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details