વડોદરા : વડોદરાની માત્ર 18 વર્ષની લક્ષિતા શાંડિલ્ય એથ્લેન્ટ્માં સાઉથ કોરિયામાં અન્ડર 20 એશિયન ગેમ્સમાં ભાગ લેશે. ગુજરાત તરફથી આ ઇવેન્ટમાં જનાર લક્ષિતાએ 2 ઇન્ટરનેશનલ સહિત કુલ 25 મેડલ જીતેલા છે ત્યારે વધુ એકવાર ગુજરાતનું નામ રોશન કરી મેડલ લાવશે.
ગુજરાતની એકમાત્ર એથ્લેન્ટ : લક્ષીતા શાંડિલ્ય ગુજરાતની એકમાત્ર એથ્લેન્ટ છે કે જે આગામી દિવસોમાં 4 જૂન થી 7 જૂન સુધી સાઉથ કોરિયા ખાતે યોજાનાર અંડર 20 એશિયન ગેમ્સમાં ભાગ લેશે. લક્ષિતા પોતાના અભ્યાસ સાથે ખૂબ મહેનત કરી રહી છે. તે સાઉથ કોરિયામાં યોજાનાર એશિયન ગેમ્સમાં ભારત તરફથી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
આ પણ વાંચોઃ
- Ahmedabad News : અમદાવાદમાં ખેલપ્રેમી પિતાપુત્રની અનોખી જોડી, ઘરમાં જ મેદાન બનાવી સ્ટેટ લેવલ રમતોમાં મેડલ મેળવ્યાં
- International Book of Records : સુરતમાં 30 સેકન્ડમાં 65 ફોરવર્ડ જમ્પસ કરીને યુવાને રેકોર્ડ કર્યો સ્થાપિત
- 4 ખેલાડીઓએ ઈન્ટરનેશનલ મોટર સ્પોર્ટ્સ ઈવેન્ટમાં ભાગ શહેરનું વધાર્યું ગૌરવ
મેડલોના ઢગલા જીતેલા છે :લક્ષિતાએ અત્યાર સુધીમાં 2 ઇન્ટરનેશનલ સાથે કુલ 25 મેડલ મેળવી ચુકી છે. તે તાજેતરમાં યોજાયેલ 21st ફેડરેશન કપમાં 1500 મીટરમાં ગોલ્ડ અને 800 મીટરમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. હવે તે ગુજરાત તરફથી એકમાત્ર એથ્લેન્ટ તરીકે સાઉથ કોરિયામાં પોતાની પ્રતિભા દેખાડશે અને પોતે મેડલ મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાઉથ કોરિયામાં યોજાનાર અન્ડર 20 એશિયન ચેમ્પિયનશીપમાં ભારતમાંથી કુલ 40થી વધુ ખેલાડીઓ ભાગ લેવા જઇ રહ્યા છે.
એશિયામાં ભારત માટે રેકોર્ડ બનાવીશ : લક્ષિતાએ ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેણે તાજેતરમાં 21st ફેડરેશન કપ તામિલનાડુમાં યોજાયો હતો તેમાં 1500 મીટર અને 800 મીટરમાં ભાગ લીધો હતો. આ ઇવેન્ટમાં મારુ 1500 મીટરમાં જુનિયર એશિયા માટે સિલેક્શન થયું છે. જે સાઉથ કોરિયામાં યોજવા જઈ રહ્યો છે. તેણે આશા વ્યક્ત કરી છે કે ભારત માટે ખૂબ સારો દેખાવ કરીશું અને માત્ર દેખાવ જ નહીં પણ એશિયામાં ભારત માટે રેકોર્ડ બનાવીને આવશે.
અભ્યાસની સાથે ખૂબ જ મહેનત કરી રહી છું અને ખૂબ ટ્રેનિંગ કરવાથી હરીફાઈમાં ટકી શકાય છે. પરિવાર તરફથી કોઈ પણ પ્રકારનું દબાણ નથી. સવાર સાંજ 5 - 5 કલાક મહેનત કરી રહી છું. મહેનત ખુબજ કરી રહી છું કરણ કે સામે કોમ્પિટિશન પણ ખૂબ મજબૂત છે. મને માંજલપુર સ્પોર્ટ્સ ઓથોરિટી અને કોચ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લક્ષિતા શાંડિલ્ય (એથ્લેન્ટ)
48 દેશો વચ્ચે હરીફાઈ યોજાશે : એથ્લેન્ટિક કોચ રીપન્દીપસિંહ રંધાવા લક્ષિતાને માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં ટ્રેનિંગ આપી રહ્યાં છે. તેમને આનંદ છે કે લક્ષિતા એશિયા લેવલે ક્વોલિફાઈ થઈ છે અને ગુજરાતની દીકરી ભારતને રિપ્રેઝન્ટ કરી રહી છે.
સવારસાંજ ખુબજ પ્રેક્ટીસ આપવામાં આવી રહી છે. આવનાર ઓલિમ્પિક માટે ખૂબ મહેનત કરી રહ્યા છે અને ખૂબ આશા છે કે તે મેડલ લઈને આવશે. સાઉથ કોરિયામાં એશિયન ગેમ્સ યોજાઈ રહી છે. જેમાં 48થી વધુ દેશો ભાગ લઇ રહ્યા છે અને ખૂબ મજબૂત હરીફાઈ છે તેના માટે ખૂબ મહેનત કરી રહ્યા છીએ. તે બાદ વર્લ્ડ ચેમ્પિયનશીપ ફેડરેશન કપ માટે સિલેક્શન થવાનું છે ત્યારે અમને આશા છે કે અમે મેડલ પણ મેળવીશું અને વર્લ્ડ ચેમ્પિયનશીપ માટે સિલેક્શન થશે. રીપન્દીપસિંહ રંધાવા (એથ્લેન્ટિક કોચ)
પરિવારનો સહકાર : લક્ષિતા શાંડિલ્ય આંતરરાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં ઉતરી રહી છે ત્યારે સ્વાભાવિક જ તેના પરિવારમાં ખૂબ ખુશીની લાગણી છે. સાથે એવો વિશ્વાસ પણ છે કે તેમની દીકરી મેડલ પણ મેળવશે. લક્ષિતા ખૂબ મહેનતુ હોવાથી પરિવારને આશા છે કે સાઉથ કોરિયામાં એશિયન ગેમ્સમાં પણ જીતીને આવશે.
લક્ષિતાના સિલેક્શન પર ખુબજ ગર્વ થઈ રહ્યું છે.તેના એશિયન ગેમ્સ માટે સિલેક્શન મારા માટે ગર્વની વાત છે. ખૂબ મહેનત કરી રહી છે અને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આજ દિન સુધી કોઈ પણ ઇવેન્ટમાં તે મેડલ મેળવીને આવી છે ત્યારે સાઉથ કોરિયામાં એશિયન ગેમ્સમાં પણ તે મેડલ મેળવશે તેવો વિશ્વાસ છે. વિનોદ શાંડિલ્ય (લક્ષિતાના પિતા)
વધુ એક મેડલની આશા : પરિવારને લક્ષિતાની ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં ખેલપ્રદર્શન કરવાની તક મેળવવાને લઇને ખૂબ જ ગર્વ છે. લક્ષિતાનું એશિયન ગેમ્સ માટે સિલેક્શન થવાથી પરિવાર દ્વારા પણ તેની પ્રેકટિસ દરમિયાન તથા ખાનપાન અંગે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. લક્ષિતા પહેલાં પણ ઘણી ઇવેન્ટમાં મેડલ જીતી લાવી છે ત્યારે સાઉથ કોરિયામાં યોજાનાર એશિયન ગેમ્સમાં પણ તે મેડલની આશા જગાવી છે.