વડોદરા:શહેરના ગોત્રી વિસ્તારમાં ગોડાઉનમાં આગ લાગી હતી તો બીજી બાજુ કલાલી વિસ્તાર માં ઘર માંઆગ લાગી હતી. (fire broke out in vadodara on diwali )દિવાળી ના ત્યહોર માં જગ્યા જગ્યા એ આતશબાજી થતી હતી એ દરમ્યાન ગોડાઉનમાં આગ લાગી હતી.
દિવાળીની રાત્રે ગોડાઉનમાં લાગી આગ, માલસમાન બળીને ખાખ - વડોદરા
જયાં એક બાજુ દિવાળીનો તહેવાર ધામધુમથી ઊજવી રહ્યા હતા, (fire broke out in vadodara on diwali )ત્યાં ગોત્રી વિસ્તારમાં ગોડાઉનમાં આગ લાગેલી આગે ડરનો માહોલ પેદા કર્યો હતો , આ આગમાં કોઈને ઈજા કે જાનહાની સામે આવી નથી.
લોકોના ટોળા એકઠા થઈ ગયા:શહેરના ગોત્રી વિસ્તારમાં મોડી રાત્રે આગની ઘટના બની હતી. ગોડાઉનમાં અતી ભીષણ આગ લાગી હતી. આ આગમાં કોઈને ઈજા કે જાનહાની સામે આવી નથી. મોડી રાત્રે બનેલી આ આગની ઘટનાનું હાલ ચોક્કસ કારણ જાણી શકાયું નથી.આગ શોર્ટ સર્કિટને કારણે અથવા આતીશબાજીને કારણે આગ લાગી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઘટનાના પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આ ઘટનાની વડોદરાના ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યુ હતુ અને આગને કાબુંમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતાં.
આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ:ત્રણ ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યા હતા, આગ જોત જોતામાં વિરાટ રૂપ ધારણ કરી લીધુ હતું, તથા ગોત્રી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, અંતે ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.