વડોદરાની સિગ્મા યુનિવર્સિટીમાં રોજગાર મેળાનું આયોજન વડોદરા :શહેર નજીક આવેલા સિગ્મા યુનિવર્સિટીમાં મેગા પ્લેસમેન્ટ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન મદદનીશ નિયામક રોજગારની કચેરી મોડેલ કેરિયર સેન્ટરના સહયોગથી મેગા પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા અને અન્ય જિલ્લામાંથી 3000 જેટલા ઉમેદવારોએ ભાગ લીધો હતો. આ પ્લેસમેન્ટમાં 150 જેટલી કંપનીઓ આવી હતી.
મદદનીશ નિયામક રોજગાર કચેરી વડોદરા, યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરો અને સિગ્મા યુનિવર્સિટીના સહયોગથી મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા અને આસપાસ જિલ્લાના લગભગ 3000થી વધુ ઉમેદવારોએ આ ભરતી મેળામાં ભાગ લીધો હતો. આ ભરતી મેળામાં 114થી વધારે કંપની ઓનલાઇન રજીસ્ટર થયું છે. તો 25 જેટલી કંપનીનું ઓફલાઇન રજિસ્ટ્રેશન થયું છે. ભરતી મેળામાં 3,000થી વધારે વેકેન્સી છે, ટેકનીકલ અને નોન ટેકનિકલ વેકેન્સી ઉપલબ્ધ છે. જેમાં ધોરણ 10થી લઇ ગ્રેજ્યુએટ, આઈટીઆઈ, ડિપ્લોમા અને ડિગ્રી તેમજ માસ્ટર થયેલો ઉમેદવારોને માટે પણ વેકેન્સી છે. સાથે સાથે અનુબંધામ અને એમસીએસ પોર્ટલ જે ભારત સરકાર અને ગુજરાત સરકાર રોજગાર લક્ષી પોર્ટલ છે, તેનું પણ રજીસ્ટ્રેશન કામગીરી ચાલુ છે. જેમાં ઉમેદવારોને રોજગારી તકો ઓનલાઈન પ્રાપ્ત થાય તે માટેનું આયોજન છે. - અલ્પેશ ચૌહાણ (રોજગાર અધિકારી)
પ્રેક્ટિકલ નોલેજ મળી રહે તે માટે બુક લોન્ચ :આ અંગે સિગ્મા યુનિવર્સિટીના પ્રમુખ હર્ષ શાહે જણાવ્યું હતું કે, આજે મેગા પ્લેસમેન્ટ જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 150થી વધુ કંપની આવી હતી. 2500થી વધુ પણ વિદ્યાર્થીઓ દ્વારા રજિસ્ટ્રેશન અને અહીંયા હાજરી જોવા મળી રહી છે. હાલમાં ભારત ખૂબ આગળ વધી રહ્યું છે. જેથી આજે વર્કફોર્સ અને મેન પાવર જોઈશે. આ એક નાનું પગલું છે, જે આગળ જતાં ખૂબ મોટી પ્રગતિ કરશે. છોકરાઓને કઈ રીતે અને સારું પ્રેક્ટિકલ નોલેજ આપી શકીએ તે માટે આજે બુક લોન્ચ કરી છે અને આજે ખૂબ ખુશી છે કે આજે 150 કંપની સામે આ બુક લોન્ચ કરી છે.
વિવિધ ક્ષેત્રના ઉમેદવારો હજાર રહ્યા :આ પ્લેસમેન્ટ ફેરમાં 3,000 જેટલી જગ્યાઓ માટે 2500થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આ પ્લેસમેન્ટ ફેરમાં આઈ.ટી.આઈ, ડિપ્લોમા, ડિગ્રી એન્જિનિયરિંગ, ફાર્મસી,આર્ટસ, કોમર્સ, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, મેડિકલ ક્ષેત્રના ઉમેદવારો હાજર રહ્યા હતા. આ પ્લેસમેન્ટ ફેરમાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કંપનીઓના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ઉમેદવારો સાથે ચર્ચા વિચારણા કરી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ ઉમેદવારોને પણ કંપનીના અધિકારીઓ સાથે સીધો સંપર્ક કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો.
- Porbandar News : પોરબંદરના વાતાવરણમાં ઉઘાડ, જનજીવન રોજગાર તરફ વળ્યું, માછીમારો માંગશે સરકાર પાસેથી સહાય
- 5th Employment Fair : દેશનો પાંચમો રોજગાર મેળો યોજાયો, 71000માં ગુજરાતમાં કેટલી સરકારી જોબ અપાઇ જૂઓ