ગોઠડા પંથકના અરજદારોને પૈસા અને સમયની બચત કરાવી ઘર આંગણે જ આવકનાં દાખલા, જાતિના દાખલા, આરોગ્ય સેવામાં અમૃતમ કાર્ડ રીન્યુની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. જેનો બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.
સાવલીના ગોઠડા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો - વડોદરા સમાચાર
વડોદરાઃ જિલ્લાના સાવલીના ગોઠડા ગામે રાજ્ય સરકારના અભિગમથી સરકારની વિવિધ લોક ઉપયોગી યોજનાનો લાભ લાભાર્થીને ઘર આંગણે મળી રહે તેવા શુભ આશયથી ભાદરવા ગામની શાળાના પ્રાંગણમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.
![સાવલીના ગોઠડા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4939215-thumbnail-3x2-vadodara.jpg)
vadodara
સાવલીના ગોઠડા ગામે સેવસેતુ કાર્યક્રમ યોજાયો
આ પ્રસંગે ગોઠડા ગ્રામ પંચાયતના સરપંચ મહમદઅલી સૈયદ પ્રાંત અધિકારી એસ.જે.પંડ્યા, તાલુકા વિકાસ અધિકારી, એમ.ડી.રબારી ટીમ સાથે સામાજિક કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા.