- વડોદરા સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ફરી બરોડા ડેરી સામે મોર્ચો માંડ્યો
- સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે બરોડા ડેરીના સત્તાધીશો સામે મોરચો માંડ્યો
- દૂધ ઉત્પાદક મંડળીના હોદ્દેદારોને એકઠા કરીને ઇનામદારે બેઠક યોજી
વડોદરા: બરોડા ડેરીનો વિવાદ માડ શાંત પડ્યો હતો, ત્યાં ફરી એકવાર સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે બરોડા ડેરીના સત્તાધીશો સામે મોરચો માંડ્યો છે. ભાજપના સાવલીના ધારાસભ્ય કેતન ઇનમદારે ચેતવણી આપી છે. જો ત્રણ દિવસમાં ડેરીના સભાસદોને ભાવફેરની રકમ નહીં ચૂકવાય તો હજારો સભાસદો બરોડા ડેરીનો ઘેરાવ કરશે.
દૂધ ઉત્પાદક મંડળીના હોદ્દેદારોને એકઠા કરીને ઇનામદારે બેઠક
વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક મંડળીના હોદ્દેદારોને એકઠા કરીને ઇનામદારે બેઠક યોજી હતી. જેમાં તેઓએ ડેરીના ભાજપના સત્તાધીશોનો કાળો ધબ્બો લગાવતા હોવાનો આરોપ લગાવ્યો હતો. જોકે ઇનામદારે નામ લીધા વગર બરોડા ડેરીના ભાજપના સત્તાધીશોને નિયત સાફ રાખવા સલાહ આપી હતી સાથે જ તેમને વાઘોડીયા, કરજણ અને ડભોઇના ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો પણ કેતન ઇનામદારે કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે 15મી સપ્ટેમ્બરે ડેરીના ચેરમેન અને કેતન ઇનામદાર વચ્ચે જિલ્લા મોવડી મંડળે સમાધાન કરાવ્યું હતું. જોકે તાજેતરમાં મળેલી સામાન્ય સભામાં પશુપાલકોને ભાવફેરની યોગ્ય રકમ ન ચૂકવાતા હવે ઇનામદાર લડી લેવાના મૂડમાં જણાઇ રહ્યા છે.
વડોદરા સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારે ફરી બરોડા ડેરી સામે મોર્ચો માંડ્યો બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર
બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર અંગે છેલ્લા લગભગ બે મહિનાથી વિવાદ શરૂ થયો હતો. કેતન ઈનામદાર પહેલા મધુ શ્રીવાસ્તવ પણ ડેરીના સંચાલન સામે સવાલો ઉઠાવી ચૂક્યા છે. વડોદરાના વાઘોડિયા તાલુકાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે એક વિવાદિત નિવેદન આપી બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આક્ષેપ કર્યા હતા. જે બાદ 7 સપ્ટેમ્બરે વડોદરાના સાંસદ સહિત ભાજપના મોવડીઓની મધ્યસ્થતાથી બંને નેતાઓ વચ્ચે સમાધાન થયું છે. ધારાસભ્ય કેતન ઈનામદાર અને બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ વચ્ચે સમાધાન થયું હતું.