વડોદરા: જિલ્લાના સાવલી તાલુકાના લામડાપુરા રોડ ઉપર સંદીપ એન્ટરપ્રાઇઝ નામની કંપની આવેલી છે. આ કંપનીમાં લાકડાના દરવાજા અને અન્ય લાકડાની ચીજ વસ્તુઓ બનાવવામાં આવતી હતી. આજે વહેલી સવારએ અહી આગ (Vadodara savali Furniture company Fire) ફાટી નીકળી હતી. કંપનીમાં લાકડાનો સામાન હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગતા આજુબાજુના ગ્રામજનો કંપની પાસે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
વડોદરાની ફર્નિચર કમ્પનીમાં ભીષણ આગ, આગમાં બધુ બળીને ખાખ - Furniture company Fire burn every thing
વડોદરા જિલ્લાના સાવલી લામડાપુરા રોડ પર આવેલી ફર્નિચર બનાવતી કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ (Vadodara savali Furniture company Fire) ફાટી નીકળી હતી. કંપનીમાં લાકડાના ફર્નિચરનું ઉત્પાદન થતું હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરવામાં આવતા તુરંત જ લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરાયો હતો.
ગ્રામ્યજનોમાં ગભરાટ :આગ વિકરાળ હોવાના કારણે ગ્રામ્યજનોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. ફર્નિચર બનાવતી કંપનીમાં લાગેલી ભીષણ આગની જાણ સાવલી ફાયર સ્ટેશનને (Savali fire station call) કરવામાં આવી હતી, પરંતુ આગ વિકરાળ હોવાથી વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. વડોદરા ફાયર બ્રિગેડના ફાયર તુરંત જ સ્ટાફ સાથે દોડી ગયા હતા અને આગ વધુ પ્રસરતી અટકાવવા માટે ચારેકોરથી પાણીનો મારો શરૂ કરાવ્યો હતો. આ આગ પર કાબૂ મેળવવા માટે મંજુસર જીઆઇડીસીના ફાયર ફાઈટરની પણ મદદ લેવામાં આવી હતી.
આગનું કારણ અકબંધ: કંપનીમાં આગ કયા કારણોસર લાગી તેની ચોક્કસ માહિતી આવી નથી. આ કંપનીની આજુબાજુ સિંનકેમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને બેજ મેટલ જેવી કેમિકલ કંપની આવેલી છે. કેમિકલ કંપની વચ્ચે આવેલી લાકડાની ચીજ વસ્તુ બનાવતી કંપનીમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો. આગને કારણે મોટાભાગે કંપની બળીને (Furniture company Fire burn every thing) ખાખ થઇ ગઈ હતી. આગમાં લાખો રૂપિયાનું નુકસાન થવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.
TAGGED:
Savali fire station call