વડોદરા ગ્રામ્ય LCB પોલીસે કાર અને ટેમ્પોમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો - વડોદરા ન્યુઝ
ગુજરાતમાં દારુ બંધી હોવા છતાં રાજ્યમાં દારુનો ધંધો મોટપાયે ચાલી રહ્યો છે. વઢવાણથી ડભોઈ તરફ જવાના રોડ પરથી જિલ્લા LCBની ટીમે ડાંગર ભરેલા કોથળાની આડમાં લઈ જવાતો વિદેશી દારુ ઝડપી પાડ્યો હતો.
વડોદરા: વઢવાણથી ડભોઈ તરફ જવાના રોડ પરથી જીલ્લા LCBની ટીમે ડાંગર ભરેલા કોથળાની આડમાં લઈ જવાતો વિદેશી દારુ ઝડપી પાડ્યો હતો. એલ.સી.બી. પોલીસને માહિતી મળી હતી કે એક સફેદ કલરના ટેમ્પામાં ડાંગર ભરેલા કોથળાની નીચે વિદેશી દારૂનો જથ્થો ઢાલનગર વસાહત તરફ આવવાનો છે. જેથી એલ.સી.બી.ની ટીમે બાતમી વાળા સ્થળ ઉપર વોચ ગોઠવી હતી. પરંતુ પોલીસની હાજરીની જાણ થઈ જતાં ટેમ્પો ચાલકે ટેમ્પો થોડે દૂર ઉભો રાખી નાસભાગ કરી હતી. પોલીસે પીછો કરીને ટેમ્પો ડ્રાઈવરને ઝડપી પાડ્યો હતો. પોલીસે ટેમ્પામાંથી વિદેશી દારૂ અને બીયરની 636 બોટલ કબ્જે કરી જેની કિંમત 1,47,600 રૂપિયા હતી.