વડોદરાઃઆ કેસમાં અગાઉ ફરિયાદી હોસ્ટાઇલ થયા બાદ પણ સરકારી વકીલ દ્વારા આરોપી રાજુ ભટ્ટની જામીન અરજીનો વિરોધ કરતા સેશન્સ કોર્ટે જામીન નકાર્યા હતા. જે બાદ આરોપીઓએ નામદાર હાઇકોર્ટમાં અરજી કરેલી જે આજે હાઇકોર્ટ દ્વારા મંજૂર કરતા આરોપીઓને મોટી રાહત આપી છે. આરોપી રાજુ ભટ્ સપ્ટેમ્બર’2021માં ધરપકડ થતાં જેલમાં છે, જે હવે જેલમુક્ત થશે જેની વિગતો આરોપી પક્ષના ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તાએ માહિતી આપી હતી.
વકીલની વાતઃ આ અંગે આરોપી પક્ષના ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ગોત્રી રેપ કેસ જે સપ્ટેમ્બર 2021માં આરોપી અશોક જૈન અને રાજુ ભટ્ટ સામે નોંધવામાં આવેલી એક ફરિયાદ હતી. જેમાં ક્રાઈમ બ્રાન્ચની એક સ્પેશ્યલ ટીમેં તપાસ કરી ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરેલી હતી. પરંતુ સત્ય કોઈ ને કોઈ રીતે બહાર આવતું હોય છે. તેજ રીતે સત્ય બહાર આવ્યું છે.
મોટી રાહતઃ આજે બંને આરોપીઓને ગુજરાત હાઇકોર્ટમાંથી ખૂબ મોટી રાહત મળી છે. ફરિયાદ રદ કરી છે, અને ફરિયાદની સાથે સાથે કોર્ટમાં જે સેશન્સ કેસ પેન્ડિંગ છે, તે પણ રદ કરવાનો ગુજરાત હાઇકોર્ટે આદેશ કર્યો છે. આ ફરિયાદ રદ કરવા આદેશ કરાયો છે. સમગ્ર મામલે પીડિતા જે ફરિયાદી બેન હતા. તેઓનું નિવેદન સેશન્સ કોર્ટમાં નોંધાવ્યું હતું.