ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara Ranji Player: ક્રિકેટ ટીમના રણજી પ્લેયર વિષ્ણુ સોલંકીના પિતાનું નિધન - વડોદરા રણજી પ્લેયર

ક્રિકેટ ટીમના રણજી પ્લેયર વિષ્ણુ સોલંકી પિતા પરષોતમભાઈ સોલંકી કેટલાક સમયથી બીમાર હતાં. દરમિયાન આજે વહેલી સવારે હાર્ટ એટેક આવ્યો હતો. ડૉક્ટરે તેમને મૃત ઘોષિત કર્યા હતાં. બીજી તરફ વિષ્ણુ હાલમાં બરોડા ટીમમાંથી કટક ખાતે રણજી રમી(Baroda team playing Cuttack Ranji )રહ્યો છે. વિષ્ણુએ મેચ છોડીને પરત (Vadodara Ranji Player)આવવાના બદલે મેચમાં રમવાનો નિર્ણય કર્યો હતો.

Vadodara Ranji Player: ક્રિકેટ ટીમના રણજી પ્લેયર વિષ્ણુ સોલંકીની પુત્રી બાદ પિતાનું નિધન
Vadodara Ranji Player: ક્રિકેટ ટીમના રણજી પ્લેયર વિષ્ણુ સોલંકીની પુત્રી બાદ પિતાનું નિધન

By

Published : Feb 28, 2022, 4:06 PM IST

વડોદરા: ક્રિકેટ ટીમના રણજી પ્લેયર વિષ્ણુ સોલંકી ઉપર 15 દિવસમાં બીજો(Vadodara Ranji Player)વજ્રપાત થયો છે. અગાઉ નવજાત પુત્રીના મૃત્યુ બાદ આજે તેના પિતાનું પણ અવસાન થયું હતું. પરંતુ ક્રિકેટ માટે સમર્પિત વિષ્ણુએ ગેમ ચાલુ રાખી હતી અને કટક ખાતે ચંદીગઢ સામેની મેચમાં ફિલ્ડિંગ કરી હતી.

વિષ્ણુ સોલંકીના પિતાનું અવસાન

વિષ્ણુના 75 વર્ષના પિતા પરષોતમભાઈ સોલંકી છેલ્લા કેટલાક સમયથી બીમાર હતાં. દરમિયાન આજે વહેલી સવારે હાર્ટ એટેક આવ્યો હતો. ડૉક્ટરે તેમને મૃત ઘોષિત કર્યા (Father dies after Vishnu Solanki's daughter)હતાં. બીજી તરફ વિષ્ણુ હાલમાં બરોડા ટીમમાંથી કટક ખાતે રણજી રમી(Baroda team playing Cuttack Ranji )રહ્યો છે. વિષ્ણુએ મેચ છોડીને પરત આવવાના બદલે મેચમાં રમવાનો નિર્ણય કર્યો હતો અને ચંદીગઢ સામેની મેચમાં તે મેદાન પર પણ ઉતર્યો હતો. આ તરફ વિષ્ણુના પિતાની અંતિમ વિધિની તૈયારીઓ થઈ રહી હતી અને વિષ્ણુ કટક ખાતે મેદાન પર ફિલ્ડિંગ ભરી રહ્યો હતો. જ્યારે બપોરે બે વાગ્યે અંતિમયાત્રાનો સમય થયો ત્યારે વિષ્ણુએ મેદાન છોડયું હતું અને વીડિયો કોલ થકી તેણે પિતાને અંતિમ વિદાય આપી હતી.

આ પણ વાંચોઃFormer Ranji cricketer:સૌરાષ્ટ્રના યુવા ક્રિકેટરોએ એક અનુભવી ક્રિકેટર ગુમાવ્યાં ભૂતપૂર્વ રણજી ક્રિકેટરનું નિધન

આ સદી તેણે પુત્રીને સમર્પિત કરી

તા.12 ફેબુ્રઆરીએ વિષ્ણુની નવજાત પુત્રીનું જન્મના 24 કલાકમાં જ મૃત્યુ થયું હતું. ત્યારે પણ વિષ્ણુ પુત્રીના મૃત્યુનો આઘાત ભૂલીને ભુવનેશ્વર પહોંચી ગયો હતો અને ટીમમાં જોડાઇ ગયો હતો. એટલું જ નહી, અણનમ સદી ફટકારી હતી. આ સદી તેણે પુત્રીને સમર્પિત કરી હતી. વિષ્ણુ હજુ આ આઘાતમાંથી બહાર આવે તે પહેલાં તો તેના પિતાની પણ વિદાય થતા એક તબક્કે વિષ્ણુ ભાંગી પડયો હતો. જો કે સ્વસ્થતા કેળવીને વિષ્ણુ મેચ રમવા માટે મેદાન પર પહોંચી ગયો હતો.

ક્રિકેટરના ઘરે બીસીએનો કોઇ સભ્ય ન દેખાયો

બે દિવસ પહેલા વિષ્ણુ સોલંકીના નામે પ્રસિધ્ધિ મેળવનાર બીસીએનો એક પણ હોદ્દેદાર કે કર્મચારી અંતિમયાત્રામાં દેખાયા ન હતાં. વિષ્ણુના પરિવાર અને મિત્રોની વેદના કે અંતિમયાત્રા તો ઠીક મોડી સાંજ સુધી કોઈ સાંત્વના આપવા પણ આવ્યું ન હતું. જો આર્થિક રીતે સધ્ધર કોઈ ક્રિકેટરના ઘરમાં તેના સ્વજનનું મૃત્યુ થયું હોય તો તેની અંતિમયાત્રામાં ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો અને કર્મચારીઓ ટોળે વળ્યાં હોત તેવી ચર્ચા વડોદરાના ક્રિક્રેટપ્રેમીઓમાં હતી.
આ પણ વાંચોઃCricketer Vishnu Solanki Sportman Spirit : વિષ્ણુએ દીકરીના મોતનો ગમ વચ્ચે ફટકારી સદી, શેલ્ડને સલામ કરી

ABOUT THE AUTHOR

...view details