ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara Rain : શહેરમાં માત્ર 1 ઈંચ વરસાદમાં બાળકોએ મસ્તીએ ચડ્યા, અન્ડર પાસમાં પાણી ભરાતા બંધ કરવા પડ્યા - Monsoon in Vadodara

વડોદરા શહેરમાં માત્ર 1 ઈંચ વરસાદમાં અન્ડર પાસ બંધ કરવાની ફરજ પડી હતી. શહેરના કેટલાક રસ્તાઓ સ્વિમિંગ પુલમાં ફેરવાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સયાજી હોસ્પિટલમાં OPD વિભાગમાં પણ પાણી ફરી વળ્યું હતું. તો બીજી તરફ બાળકોએ મસ્તી કરી વરસાદનો આનંદ લીધો હતો.

Vadodara Rain : શહેરમાં માત્ર 1 ઇંચ વરસાદમાં બાળકોએ મસ્તીએ ચડ્યા, અન્ડર પાસમાં પાણી ભરાતા બંધ કરવા પડ્યા
Vadodara Rain : શહેરમાં માત્ર 1 ઇંચ વરસાદમાં બાળકોએ મસ્તીએ ચડ્યા, અન્ડર પાસમાં પાણી ભરાતા બંધ કરવા પડ્યા

By

Published : Jul 6, 2023, 10:16 PM IST

વડોદરા શહેરમાં માત્ર 1 ઈંચ વરસાદમાં અન્ડર પાસ બંધ કરવાની ફરજ પડી

વડોદરા : શહેરમાં વહેલી સવારથીજ વાદળછાયું વાતાવરણ વચ્ચે અસહ્ય ઉકળાટમાં શહેરીજનો પરેશાન થઈ રહ્યા હતા. બપોર બાદ એકાએક વાતાવરણમાં વરસાદી માહોલ સર્જાયો હતો. 1 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો બીજી તરફ અન્ડર પાસ ગરનાળા બંધ કરવાની ફરજ પડી હતી. વરસાદને પગલે શહેરની સયાજી હોસ્પિટલની ઓપીડીમાં પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે દર્દીઓને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા :બપોર બાદ એકાએક વરસાદ શરૂ થતાં શહેરીજનોએ અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી હાશકારો અનુભવ્યો હતો. ધોધમાર વરસેલા વરસાદ વચ્ચે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરના માંડવી, રાવપુરા, ન્યાય મંદિર, સમા, અલકાપુરી અને કારેલીબાગ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકો પાણીમાં ફસાઈ ગયા હતા. રાવપુરા વિસ્તારમાં પાણી ભરાતા સ્વિમિંગ પૂલ જેવા દ્રશ્યો જોવા મળ્યો હતો. તો બીજી તરફ શહેરના અલકાપુરી અન્ડર પાસ ગરનાળામાં પાણી ભરતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

અન્ડર પાસમાં પાણી ભરાતા બંધ કરવા પડ્યા

રસ્તા સ્વિમિંગ પુલમાં ફેરવાયા :વડોદરા શહેરમાં સામાન્ય વરસાદમાં જ વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હોય છે, ત્યારે આજે બપોરે વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની શરૂઆત થઈ ગઈ હતી, જેને પગલે શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ મચ્છીપીઠમાં પાણી ભરાતા રોડ સ્વિમિંગ પુલમાં ફેરવાયો હતો. જ્યાં બાળકોએ મસ્તી કરી વરસાદનો આનંદ લીધો હતો. અહીં વાહન ચાલકો પણ અટવાઈ ગયા હતા.

હોસ્પિટલમાં પાણી ઘુસ્યું :વરસાદના કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરવાની સમસ્યા ફરી ઉદભવી હતી. આ સાથે સયાજી હોસ્પિટલમાં પણ પાણી ફરી વળ્યા હતા. હોસ્પિટલના ઓપીડી વિભાગમાં પાણી ભરાતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદી પાણીના નિકાલ માટે કરોડો રૂપિયા ખર્ચી પ્રિ મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે. પરંતુ આટલા જુજ વરસાદમાં જ પાણી ભરાવાની અને હોસ્પિટલમાં પાણી ફરી વળતા તંત્રની પોલ ખુલ્લી છે.

  1. Banaskantha News : માલોત્રા ગામના ખેડૂતોમાં દિવાળી જેવો માહોલ, રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે પાણી સમસ્યા ટળી
  2. Bhavnagar Rain: બીજા રાઉન્ડમાં 1થી3 ઇંચ વરસાદ, ખેતીને ફાયદો ને બફારામાંથી રાહત
  3. Rajkot Rain: ગોંડલમાં પંથકમાં સાંબેલાધાર વરસાદ, દેરડી ગામમાં વગર વરસાદે પુર આવ્યું

ABOUT THE AUTHOR

...view details