ગુજરાત

gujarat

ETV Bharat / state

Rain News : ડભાસામાં સિઝનનો પહેલો વરસાદ દુઃખ ભર્યો, વીજળી પડતા બે પશુઓના મૃત્યુ - Dabhasa lightning Cattle death

વડોદરાના ડભાસા પાસે ખેતરમાં વીજળી પડતા બે પશુઓના મૃત્યુ નીપજ્યા છે. પશુઓના મૃત્યુ થતાં ગામ લોકો ભેગા થઈ ગયા હતા. તો બીજી તરફ કેટલાક વિસ્તારમાં મોડી રાત્રે પવન સાથે વરસાદ વરસતા કભી ખુશી, કભી ગમ જેવી સ્થિતિ સર્જાઈ છે.

Rain News : ડભાસામાં સિઝનનો પહેલો વરસાદ દુઃખ ભર્યો, વીજળી પડતા બે પશુઓના મૃત્યુ
Rain News : ડભાસામાં સિઝનનો પહેલો વરસાદ દુઃખ ભર્યો, વીજળી પડતા બે પશુઓના મૃત્યુ

By

Published : Jun 24, 2023, 9:31 PM IST

ડભાસામાં સિઝનનો પહેલો વરસાદ દુઃખ ભર્યો, વીજળી પડતા બે પશુઓના મૃત્યુ

વડોદરા : જિલ્લામાં મોડી રાત્રે પવન સાથે અચાનક વાવાઝોડું આવ્યું હતું. જોકે, પહેલા જ વરસાદમાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડભાસા પાસે એક ખેતરમાં વીજળી પડવાનો બનાવ બન્યો છે. ખેતરમાં વીજળી પડતા એક ખેડૂતના બે પશુઓના મૃત્યુ નીપજયા છે. જેથી ખેડૂતની રોજગારી છીનવાઈ છે અને ખેડૂતના પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

મોડી રાત્રે મેઘરાજા વરસ્યા :વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડભાસા પંથકમાં મોડી રાત્રે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. સિઝનનો પહેલો જ વરસાદ વરસ્યો હતો અને મોડી રાત્રે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં કાચા મકાનો અને છાપરાઓના પતરા ઉડ્યા હતા. ડભાસા ગામે રાહુલભાઈ પાટણવાડીયાના ખેતરમાં બાંધેલા પશુઓ પર એકાએક કાળ આવી આવી પહોંચ્યો હોય તેમ કડાકા ભડાકા સાથે વીજળી પશુ પર પડી હતી. તેઓના બે પશુઓનું કમ કમાટી ભરી મૃત્યુ નિપજયું હતું.

પ્રથમ વરસાદે જ ખેડૂતોના પાકને નુકસાન : ચોમાસાની ઋતુનો પ્રથમ વરસાદ શરૂ થતા "કભી ખુશી, કભી ગમ" જેવી સ્થિતિ સર્જાઈ છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થવા પામ્યું છે. તેમજ વીજળી પડવાના કારણે કેટલાક ખેડૂતોને પશુઓ ગુમાવવાનો વારો સામે આવ્યો છે. તો બીજી તરફ સિઝનને અનુરૂપ વરસાદ થવાથી ખેડૂતોમાં આનંદની લાગણી પણ છવાયેલી જોવા મળી છે. કેટલાક ખેડૂતોને ભારે નુકસાન થાય તેવું લાગી રહ્યું છે.

પશુની ઘટના બનતા ગ્રામજનો એકત્રિત :પાદરા તાલુકાના ડભાસા ગામે વીજળી પડવાનો બનાવ બનતા જ ગામના સરપંચ તેમજ આગેવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બે પશુઓ પર વીજળી પડવાના કારણે મૃત્યુ નિપજ્યું હતું અને આ બંને પશુઓને પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી આરંભી દીધી હતી.

  1. Rain News : નડિયાદમાં પાણી ભરાયેલા ગરનાળામાં બસ બંધ, સ્થાનિકોએ વિદ્યાર્થીઓને બારીમાંથી બહાર કાઠ્યા
  2. Rain News : બફારા અને ઉકળાટ બાદ મેધરાજાએ એન્ટ્રી કરતા વડોદરાના લોકોએ ઠંડકનો હાશકારો અનુભવ્યો
  3. Artificial Rain : IIT કાનપુરનો કમાલ, પાંચ હજાર ફૂટની ઊંચાઈથી કૃત્રિમ વરસાદનું સફળ પરીક્ષણ

ABOUT THE AUTHOR

...view details