વડોદરા:રખડતા ઢોરના ત્રાસના કારણે લોકોના જીવ જઈ રહ્યા છે. તંત્રના આંખ આડા કાન છે કે પછી પશુધારકો માનવા તૈયાર નથી તે કહેવું મુશ્કેલ છે. પરંતુ સત્ય એ છે, કે નિર્દોષ માનવના જીવ જઈ રહ્યા છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટનો નિર્દેશ અનુસાર સમગ્ર રાજ્યમાં જાહેર માર્ગો પર રખડતા ઢોરોને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. જેને અનુલક્ષીને અધિક મુખ્ય સચિવ તરફથી સમગ્ર રાજ્યની તમામ મહાનગરપાલિકામાં હાલમાં ઉપલબ્ધ પ્રત્યેક ઢોરવાડાની ક્ષમતામાં વધારો કરવા અને નવીન ઢોરવાડાનું નિર્માણ કરવા, ઉપરાંત શહેરી વિસ્તારમાં પશુઓના ત્રાસ અટકાવવા અને તેના નિયંત્રણ માટે પોલિસી 2023 બનાવવા બાબતે સૂચિત કરવામાં આવ્યું છે.
ઢોરનો ત્રાસ અટકાવવા પગલા:અધિક મુખ્ય સચિવ તરફથી સમગ્ર રાજ્યની તમામ મનપા અને નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ અટકાવવા અને તેના પર નિયંત્રણ મૂકવા અંગેના કેસમાં હાઈકોર્ટે સૂચના અનુસાર માર્ગદર્શિકા બનાવવાની વિગતના અનુસંધાને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પોલીસી નક્કી કરાઈ છે. આ દરખાસ્ત સ્થાયી સમિતિમાં મંજૂરી આપવામાં આવી છે. પરંતુ આ અંગે યોગ્ય વિચારણા બાદ મંજૂરી મળશે અને ત્યાર બાદ પોલિસી 2023 બનશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં આ મામલે યોગ્ય દરખાસ્ત અને સૂચનો આધારિત સરકારમાં આ બાબત અંગે ચર્ચા વિચારણા બાદ અમલી બનાવવામાં આવશે જેથી કરી શહેરના નાગરિકો આ રખડતા ઢોરના ત્રાસ માંથી મુક્તિ મળી શકે છે.