વડોદરા :હાલમાં નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે, શહેરમાં વિવિધ જગ્યાએ ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે જુના પાદરા રોડ અક્ષર ચોક નજીક શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખને એક બાઈકચાલક વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે છૂટા હાથની મારામારી થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના દરમિયાન સ્થળ ઉપર પોલીસ પણ હાજર જ હતી. તે સમયે બંને વચ્ચે છૂટા હાથની મારામારી થઈ ગઈ હતી. જેમાં યુવા મોરચાના પ્રમુખને મોઢાના ભાગે ટાંકા આવ્યા હતા.
શું હતો મામલો ?બનાવની મળતી વિગત અનુસાર વડોદરા શહેરના જુના પાદરા રોડ ખાતે અક્ષર ચોક નજીક યુનાઇટેડ વે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ગરબા રમવા આવેલા ખેલૈયાઓ અને ગરબા નિહાળવા માટે આવેલા લોકોને પાર્કિંગ કરવામાં ભારે મુશ્કેલી થઈ રહી હતી. ત્યારે તે સમયે પાર્કિંગ બાબતે ભાજપ શહેર યુવા મોરચાના પ્રમુખ અને એક બાઈકચાલક સાથે માથાકૂટ થઈ ગઈ હતી. જાહેર માર્ગ ઉપર થયેલી મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. આ બનાવને પગલે થોડો સમય ટ્રાફિક વ્યવહાર ખોરવાઈ ગયો હતો.
સોશિયલ મીડિયામાં ઘટના વાયરલ :જાણવા મળતી માહિતી મુજબ પાર્કિંગ બાબતે શહેર ભાજપ અગ્રણી અને ઉચ્ચ હોદ્દેદાર પાર્થ નામના વ્યક્તિ અને વાહનચાલક વચ્ચે ઝઘડો થયો હતો. શહેરના અક્ષર ચોક નજીક જાહેર માર્ગ ઉપર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ અને એક બાઈકચાલક વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. જેને લઈને સમગ્ર રોડ ઉપર ભારે અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો. ટ્રાફિકજામ થતા વાહનોની લાંબી કતારો લાગી હતી.
પોલીસની હાજરીમાં મારામારી : સમગ્ર ઘટના બનતાની સાથે જ પોલીસનો કાફલો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયો હતો. જાહેર માર્ગ ઉપર મારામારી કરી રહેલા ભાજપના હોદ્દેદાર પાર્થ અને વાહનચાલકને છૂટા પાડવા ભારે પ્રયાસો કર્યા હતા. પરંતુ બંને શાંત થવાને બદલે એકબીજાને મારવા ધસી રહ્યા હતા. ભાજપ હોદ્દેદારે એક ટુ વ્હીલરને ધક્કો મારી પાડી દીધું અને વાહનચાલકને મારવા ધસી ગયો હતો. તો વાહનચાલકે પણ સામે ભારે મારામારી કરી હતી. આમ બંને વચ્ચે પોલીસની ઉપસ્થિતિમાં છૂટા હાથની મારામારી સર્જાઈ ગઈ હતી. પોલીસે સમગ્ર મામલાને ભારે જહેમત બાદ મામલો થાળે પાડ્યો હતો. ઉપરાંત ટ્રાફિકની સમસ્યાને તાત્કાલિક ધોરણે હલ કરી હતી.
શહેરભરમાં ચર્ચાનો માહોલ : આજરોજ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના કાર્યકર દ્વારા બનેલી ઘટનાને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ભારે ચર્ચાનો વિષય થયો હતો. એટલું જ નહીં પરંતુ સમગ્ર શહેરમાં પણ આ બાબતે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હોવાને કારણે પોતે આમ જનતા ઉપર રૂવાબ છાંટતા હોય તેવી લોકમુખે ચાલતી ચર્ચાએ વેગ પકડ્યો છે. ત્યારે બકરીના મોઢામાં કારેલું સમાય નહીં તેવી સ્થિતિ સર્જાઈ હતી. એટલું જ નહીં પરંતુ આ સમગ્ર બાબતને લઈને ભારતીય જનતા પાર્ટીનું મહુડી મંડળ અને પોલીસ વિભાગ કેવા પગલાં લે છે તે હવે જોવાનું રહ્યું.
- Spa Raid : વડોદરા શહેરમાં સતત બીજા દિવસે ચેકીંગ 10થી વધુ સ્પા સંચાલકો સામે કાર્યવાહી, એક સ્પા સંચાલકનું સ્ફોટક નિવેદન
- Vadodara Suicide: વડોદરા નવલખી મેદાનમાં અજાણ્યા યુવકનો આપઘાત