વડોદરા : શહેરમાં આવનાર ચોમાસાને લઈ પ્રિ મોનસુનની કામગીરીના ભાગરૂપે સ્થાયી દ્વારા વરસાદી કાંસની મુલાકાત લેવામાં આવી હતી. શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પૂરની સ્થિતિ ન સર્જાય તે માટે વરસાદી કાંસના નિકાલ માટેની એક બેઠક મળી હતી. ત્યારબાદ આજે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ, વુડાના અધિકારી તેમજ જિલ્લાના અધિકારીઓ સાથે વરસાદી કાંસની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન વરસાદી કાંસમાં બ્લોગિંગની સમસ્યાને લઈ કાંસની સ્થિતિની ચકાસણી કરી હતી.
બેઠક બાદ એક્શનમાં :સ્થાયી અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું કે, જે પ્રકારે ચોમાસુ આવનાર છે. તે પૂર્વે પ્રિ મોન્સૂનની કામગીરીને લઈને વરસાદી કાંસ હોય, નેચરલ કાસ હોય કે અન્ય સ્ત્રોતથી પાણી શહેરમાં પ્રવેશતું હોય તેને કાપીને કઈ રીતે બહારથી લઈ જઈ શકાય તે પ્રકારની એક બેઠક થઈ હતી. આ સમસ્યાને લઈ ઓન પેપર કામગીરી અંગે હાલમાં સ્થળ સુધીની મુલાકાત લેવામાં આવી રહી છે.
વિવિધ વિભાગના અધિકારીઓ જોડાયા : આ મુલાકાતમાં વુડાના અધિકારી, વડોદરા મહાનગરપાલિકાના અધિકારી અને સિંચાઈ વિભાગના અધિકારી સહિત જિલ્લાના અધિકારી સહિત વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં લોગીન થતું પાણી ગ્રેવીયણથી આવતું હોય છે. જે હંમેશા લોગીન થતું હોય છે. તેને કઈ રીતે બહાર કાઢી શકાય તે માટે અંકુરથી આજે શરૂઆત કરવામાં આવી છે.