- વડોદરા ચાઈલ્ડ ફ્રેન્ડલી મિશન અંતર્ગત નવી પહેલ
- બાળકોમાંથી ખાખી વર્દીનો ભય દૂર કરવા નવો અભિગમ અપનાવાયો
- મહિલા પોલીસ મથકમાં બાળક રૂમને સયુંકત પોલીસ કમિશ્નરનાહસ્તે ખુલ્લો મુકાયો
વડોદરાઃ બાળકોને પોલીસની વર્દીનો ભય ન લાગે અને ભય મુક્ત વાતાવરણમાં તેઓ પોલીસ સ્ટેશનમાં આવી શકે તેના હેતુસર પોલીસ મથકમાં ચાઈલ્ડ રૂમની રચના કરવામાં આવી છે.
બાળકોમાંથી ખાખી વર્દીનો ભય દૂર કરવા વડોદરા પોલીસે નવી પહેલ હાથધરી બાળક રૂમનું ઉદ્ઘાટન
મહિલા અરજદારો સાથે આવતા બાળકો ભયમુક્ત વાતાવરણ આવી શકે તે માટે અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. વડોદરા ચાઈલ્ડ ફ્રેન્ડલી મિશન અંતર્ગત મહિલા પોલીસ સ્ટેશન કારેલીબાગ ખાતે અધિક પોલીસ કમિશ્નરના હસ્તે બાળક રૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
બાળકોમાંથી ખાખી વર્દીનો ભય દૂર કરવા વડોદરા પોલીસની નવી પહેલ ભૂતકાળમાં પણ આવા બાળક રૂમ બનાવ્યા હતા
ચાઈલ્ડ ફ્રેન્ડલી વડોદરા મિશન અંતર્ગત વડોદરા શહેરના સમાજ સેવીઓ છેલ્લા 3 વર્ષથી વિવિધ ક્ષેત્રે કામ કરી રહ્યા છે. જે અંતર્ગત વડોદરા શહેરના મહિલા પોલીસ સ્ટેશન ખાતે આવતાં અરજદારો સાથે આવતા બાળકોને પોલીસની વર્દીનો ભય ન લાગે અને ભય મુક્ત વાતાવરણમાં તેઓ પોલીસ સ્ટેશનમાં આવી શકે અને અન્ય રમત સહિતની અન્ય પ્રવૃત્તિઓ કરે તે માટે મહિલા પોલીસ સ્ટેશન ખાતે ચાઈલ્ડ રૂમ બનવામાં આવ્યો છે. જે ચાઈલ્ડ રૂમનું ઉદ્ઘાટન અધિક પોલીસ કમિશ્નર ચિરાગ કોરડીયાના હસ્તે ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય બાબત એ છે કે,ભૂતકાળમાં પણ બાળકોમાં પોલીસ પ્રત્યેની રહેલી બીક દૂર થઈ તેના હેતુસર ચાઈલ્ડ રૂમ બનાવવામાં આવ્યા હતા. જે તમામ રૂમ આજે ખોવાઈ ગયા છે.