- ટ્રફિકના નિયમોના ભંગ બદલ કરવામાં આવતો દંડની વસૂલાત હવે વડોદરા પોલીસ ડિજિટલ માધ્યમથી કરશે
- વડોદરા ટ્રાફિક પોલીસના જવાનો હવે POS (Point Of Cell) મીશનથી પણ દંડની વસૂલાત કરી શકશે
- સરકારની આ પહેલથી ટ્રાફિક પોલીસના કામમાં અને પારદર્શિતા અને ઝડપ આવશે
વડોદરા : સમગ્ર દેશ ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત સરકારી કામો ઓનલાઇન થઇ રહ્યા છે, ત્યારે વડોદરા પોલીસ( Vadodara Police ) દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરી કરવામાં આવે છે. ટ્રાફિકના પોઇન્ટ પર રહીને પોલીસ જવાનો દ્વારા ટ્રાફિકના નિયમોનું નિયમન કરવામાં આવે છે. કેટલીક વખત વાહન ચાલકોને રોકીને તેમની પાસે લાઇસન્સ સહિતના જરૂરી દસ્તાવેજ છે કે નહીં તેની ચકાસણી પણ કરવામાં આવે છે. જો કોઇ વખત જરૂરી નિયમોનું પાલન કરવામાં ન આવે તે પોલીસ ચાલકને દંડ પણ ફટકારે છે. પોલીસના દંડથી બચવા માટે સૌથી સરળ બહાનું એ છે કે, સાહેબ દંડ ભરવા માટે જરૂરી પૈસા નથી. જો કે, હવે આ બહાનું જૂનું થયું છે. હવે વડોદરા પોલીસ ( Vadodara Police ) સ્માર્ટ બનીને દંડની રકમ ડિજિટલી પણ સ્વિકારવા સજ્જ થઇ છે.
આ પણ વાંચો -વડોદરા પોલીસે વિદેશી દારૂ સાથે 2 ની કરી ધરપકડ