સાવલી મંજુસર રોડ પર ધોળા દિવસે ફાયરિંગ વડોદરા : વડોદરાના સાવલી મંજુસર રોડ પર ધોળા દિવસે બે બાઇક સવાર બુકાનીધારી શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. બાઈક પર આવેલા બંને શખ્સો દ્વારા ફાયરિંગ કરીને આશરે 30 વર્ષીય વ્યક્તિની હત્યા થઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. આ ઘટનાને લઇ જિલ્લા પોલીસ વડા સહિત અન્ય પોલીસની એજન્સીઓ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
યુવકનું ફાયરિંગમાં મૃત્યુ :સાવલી મંજુસર રોડ ખાતે બનેલી આ ઘટનામાં પ્રાથમિક દ્રષ્ટિએ શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતો અને કેટરીનના વ્યવસાય સાથે સંકળાયેલ વિશ્વજીત નામનો યુવકને ગોળી મારી હત્યા કરવામાં આવી હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. આ યુવક મૂળ દિલ્હીનો રહેવાસી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. હાલમાં આ ઘટના બનતા જ આસપાસના વિસ્તારોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ફાયરિંગની ઘટનાને લઇ બંને શખ્સો ગોળી મારી ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળે ટોળા ઉઠ્યા હતા. જોકે, જિલ્લા પોલીસ વડાને જાણ થતાં પોલીસની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો :Ahmedabad Crime: બીટકોઈનના 14 કરોડ રૂપિયા મામલે સરખેજમાં ફાયરિંગ થયું હોવાનો ખુલાસો, 7 આરોપી ઝડપાયા
પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે :વડોદરા શહેરના સાવલી ખાતે બનેલી આ ફાયરિંગની ઘટનાને લઇ પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. અજાણ્યા બે શખ્સો દ્વારા કરવામાં આવેલું ફાયરિંગને લઈ યુવકનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે. આ ફાયરિંગની ઘટના થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. સાથે જ આ ઘટનાને લઇ જિલ્લા પોલીસ વડા સહિતની અલગ અલગ એજન્સીઓ હાલમાં તપાસમાં જોતરાઈ છે. આ ફાયરિંગને લઈ મંજૂસર પોલીસ, સાવલી પોલીસ અને શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ પોહચ્યા છે. આ ફાયરિંગ પાછળ કોનો હાથ છે અને આ બંને શખ્સો ફાયરિંગ કરી કયા ભાગ્યા છે, તે દિશામાં હાલમાં તપાસ ચાલુ છે.
આ પણ વાંચો :Ahmedabad Firing : રખિયાલમાં ફાયરિંગ કરનાર ઝડપાયા, 9 રાઉન્ડ ફાયરિંગ કર્યાનો થયો ખુલાસો
કેટરીનના વ્યવસાય સાથે સંકળાયેલો યુવક હતો :પોલીસ તપાસમાં મૃત્યુ પામેલો 30 વર્ષે યુવક કેટરીના વ્યવસાય સાથે સંકળાયેલ છે. તેમજ તેમાં આંતરિક બબાલ હતી કે કોઈ અન્ય કારણ હતું તે દિશામાં હાલમાં પોલીસ તપાસ કરી રહી છે. આ બે બુકાનીધારી ફાયરિંગ કરી ફરાર થઇ ગયેલા શખ્સોને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી રહી છે. તે વિસ્તારના CCTV અને વિવિધ સર્વેલન્સની મદદથી કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ હાલમાં પોલીસ દ્વારા તપાસ થયા બાદ સાચું કારણ બહાર આવશે.