વડોદરાઆજના આધુનિક સમયમાં ઈન્ટરનેટના કારણે લોકોનું જીવન સરળ બન્યું છે. પરંતુ તેની સાથે સાથે સાયબર (blackmailing case in Vadodara)કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં જ વડોદરામાં ઓનલાઈન ફ્રોડ અને બ્લેકમેઈલિંગનો ગુનો નોંધાયો હતો. જેમાં આરોપીએ ફરિયાદીના ફેસબુક ચેટના સ્ક્રીનશોટ વાયરલ કરવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવ્યા હતા. આ મામલે વડોદરા ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. (Vadodara Cyber Crime)
શું હતો સમગ્ર મામલો વડોદરા શહેરમાં રહેતા ફરિયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરવાનું આરોપીઓએ એક બીજાની મદદગારી કરી ગુનો રચ્યો હતો. જેમાં આરોપીઓએ ફેસબુક આઈડી મીરા શાહ ઉપરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી ફરીયાદીને બીભત્સ ફોટા મોકલ્યા હતા. તેમજ ફોન અને મેસેજ કરી પોતે વકીલ તરીકેની ખોટી ઓળખ આપી હતી. એટલું જ નહીં આરોપીઓએ ફરિયાદીને સાયબર ક્રાઈમના ખોટા કેસમાં ફસાવી દેવાની તથાફેસબુક ચેટના સ્ક્રીન શોર્ટ વાયરલ કરવાની ધાક ધમકી આપી હતી. આરોપીઓએ ફરિયાદની બ્લેકમેલ કરી બેંક એકાઉન્ટ 1,79,000 તેમજ ગુગલ પે પર 13,500 ટ્રાન્સફર કરાવી લઈ તેમજ ફરિયાદી પાસેથી રોકડા 1,02,000 લઈ કુલ 2,94,500 ઈલેક્ટ્રોનીક માધ્યમથી પડાવી લીધા હતા. (Facebook screenshot viral in Vadodara)
આરોપીની ઓળખ આ અંગે ફરિયાદીએ વડોદરાના સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. વડોદરા ક્રાઈમ બ્રાન્ચ તેમજ સાયબર ક્રાઈમના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવાની તપાસ દરમિયાન આ ગુનામાં આરોપી આકાશ ભગવાનદાસ લાલવાણી રહે.વારસીયા વડોદરાનાની સંડોવણી જણાઈ આવેલ છે. (Facebook blackmailing case in Vadodara)
કોર્ટમાં રજુ કરી રિમાન્ડ લીધા વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન તેઓને બાતમી મળી હતી. આ બાતમીના આધારે ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ આરોપી આકાશ ભગવાનદાસ લાલવાણી (રહે, વડોદરા) શહેરનાને શોધી કાઢ્યો હતો. સદર આરોપીઓની પૂછપરછ દરમિયાન આ ગુનામાં તેની સાથે આરોપી જય કાંતી શર્મા (રહે. વડોદરા) શહેર નાની સંડોવણી જણાઈ આવી હતી. જે બાદ સદર આરોપી જય શર્માને સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવેલ અને બન્ને આરોપીઓની ધરપકડ કરી હતી. જે બાદ બન્ને આરોપીઓને નામદાર કોર્ટમાં રજુ કરી રિમાન્ડ લીધા હતા. જેમાં સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા વિવિધ મુદ્દાઓ ઉપર તપાસ ચાલુ છે. (Cheating case in Vadodara)
બે આરોપીઓને ઝડપી લીધા ઉલ્લેખનીય છે કે આ ગુનામાં પકડાયેલા આરોપી આકાશ ભગવાનદાસ લાલવાણીનો અગાઉ પણ અમદાવાદ શહેર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021માં પકડાયેલા છે. તથા ઝુમ કાર એપ્લીકેશન મારફતે ગાડી મેળવી ગાડી બારોબાર વહેંચી દેવા બાબતનો પાણીગેટ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં ગુનો નોંધાયેલો છે. તે ઉપરાંત વડોદરા શહેરના જાહેરનામા ભંગના કેસમાં લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા છે. આમ ફેસબુક ઉપર ફ્રેન્ડ રીકવેસ્ટમોકલી ફરીયાદીના ફેસબુક ચેટના સ્ક્રીનશોટ વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરવાના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ તેમજ સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યા હતા. (Crime News in Vadodara)