વડોદરા શહેરમાં રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના આગમન પૂર્વે ગત મોડી રાત્રે સઘન તપાસ દરમિયાન ગુના શોધક શાખા દ્વારા વિદેશી દારૂનો જથ્થો ભરેલી ટ્રક પકડવામાં આવી હતી. લાખો રૂપિયાની કિંમત ધરાવતો વિદેશી શરાબનો જથ્થો અને ટ્રક સહિતનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પોલીસ મુજબ, બુટલેગર કાદર સુન્ની અને તેના ભાઇએ જથ્થો મંગાવ્યો હતો. કારેલી બાગ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
વડોદરા પોલીસે વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો - વિદેશી દારૂ ભરેલો ટ્રક
વડોદરા: શહેરમાં ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાના આગમન પૂર્વે ગત મોડી રાત્રે ચેકિંગ દરમિયાન શહેર પોલીસ વિભાગની ગુના શોધક શાખા દ્વારા વિદેશી દારૂનો જથ્થો ભરેલી ટ્રક ઝડપી હતી.
મળતી માહિતી મુજબ ગત બુધવારની રાત્રે ગુના શોધક શાખાની ટીમ દ્વારા ધોરીમાર્ગ પર વાહનોની તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન હરિયાણા પાર્સિંગની પસાર થતી ટ્રકને આંતરી લઇ પોલીસે તપાસ કરતા તેમાંથી વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને ટ્રક સહિતનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. કારેલીબાગ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસની તપાસમાં બુટલેગર કાદરમીયા સુન્ની અને તેના ભાઇ હસન સુન્નીએ વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે ટ્રકના ચાલક અને બંને બુટલેગરોને ફરાર જાહેર કર્યા હોવાનું જાણવા મળ્યું હતું.