વડોદરામાં વ્યાજખોરે વ્યાજના બદલામાં પત્નીને સોંપી દેવાની માગણી કરી વડોદરા સમગ્ર રાજ્યમાં વ્યાજખોરોના આતંક અને તેમની ચુંગલમાં ફસાયેલા અનેક લોકો આપઘાત કરી રહ્યા છે. ત્યારે રાજય સરકારના ગૃહવિભાગ દ્વારા રાજ્યના તમામ શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારના પોલીસ મથકો વિસ્તારમાં વ્યાજખોરોના આતંકને ડામવા માટે ખાસ પોલીસને લોક દરબારનું આયોજન કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. જેને લઇને વડોદરા પોલીસ કમિશનર હેઠળ આવતા તમામ પોલીસ મથકોમાં લોકદરબારનું આયોજન થઇ રહ્યું છે.વ્યાજખોરો સામે વડોદરા પોલીસની ઝૂંબેશમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો.
વ્યાજના બદલામાં પત્નીને સોંપી દેવાની માગણીરાવપુરા પોલીસ મથકમાં યોજાયેલ લોકદરબારમાં વ્યાજખોરોની ચુંગલમાં ફસાયેલ એક વ્યક્તિએ પોતાની વ્યથા પોલીસ સમક્ષ રજૂઆત કરતા લોકદરબારમાં હાજર પોલીસ ઉચ્ચ અધિકારીઓ પણ ચોકી ઉઠ્યા હતા. રીતેષ પંચાલે પોલીસ સમક્ષ રજૂઆત કરતા જાણવ્યું હતું કે, મેં પ્રતાપસિંહ ચંદ્રાવત પાસેથી એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને તેનું વ્યાજ અને મૂડી પણ આપી દીધી છે. તેમ છતાં પ્રતાપસિંહ ચંદ્રાવત વધુ વ્યાજની માંગણી કરતા કહે છે કે વ્યાજના આપી શકે તો તારી પત્નીને સોંપી દે. રીતેષની વ્યથા સાંભળી રાવપુરા પોલીસે વ્યાજખોર વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને વ્યાજખોર પ્રતાપસિંહ ચંદ્રાવતને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી તેની વિરુદ્ધ કારયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો પઠાણી ઉઘરાણી કરતાં વ્યાજખોર સામે પોલીસ એક્શનમાં, ટીમ તૈયાર કરી
વ્યાજ ચૂકવ્યું છતાં નાણાની માંગણીવ્યાજખોરોની ચુંગલમાં ફસાયેલા રીતેષ પંચાલે જાણવ્યું હતું કે, અકોટા ખાતે રહેતા પ્રતાપસિંહ ચંદ્રાવત પાસેથી મેં વર્ષ 2018માં એક લાખ રૂપિયા 15 ટકા વ્યાજે લીધા હતા. જેનું દર મહિને 15 હજાર રૂપિયા વ્યાજ ચુકવતો હતો. જે વ્યાજ મેં બે વર્ષ સુધી ચુકવ્યું છે અને તેમની મૂડી પણ આપી દીધી છે. મારા ડોકયુમેન્ટ્સ તેમની પાસે પડ્યા હતાં.
આ પણ વાંચો હવે વ્યાજખોરોની ખેર નહીં, પોલીસે ઘરે ઘરે જઈને જાગૃતિ માટે પત્રિકાનું વિતરણ કર્યું
કંઇ નહીં થાય તો મારે મરવાનો વારો આવશેવધુમાં તેઓએ જણાવ્યું કે મને બે દિવસ પછી ડોક્યુમેન્ટ્સ પરત આપવાનું કહયું હતું. બે દિવસ પછી હું ડોક્યુમેન્ટ્સ પરત લેવા ગયો. ત્યારે તેમને મારો 70 હજાર રૂપિયાનો ચેક બોઉન્સ કરી મારી પર ફરિયાદ કરી હતી. મારા છેલ્લે 40-45 હજાર રૂપિયા બાકી હતા. ત્યારે હું તેમને કહેવા ગયો કે તમારું વ્યાજ મને વધારે પડે છે. હાલ મારી આર્થિક પરિસ્થિતિ ખરાબ છે જેથી વ્યાજ ઓછું કરો. ત્યારે પાર્ટીએ મને કહ્યું હતું કે મારે તારું વ્યાજ કે મૂડી પણ નથી જોઈતી. તારી પત્નીને એક દિવસ માટે મને સોંપી દે તેવી માગ કરી હતી. આજે મેં રજૂઆત કરી છે, છેલ્લે કઈ નહી થાય તો મારે ઝેર ખાઈને સુઈ જવાનો વારો આવશે.
વ્યાજખોરની ધરપકડ આ અંગે પ્રતિક્રિયા આપતા એસીપી અભય સોનીએ જણાવ્યું હતું કે શહેરના રાવપુરા નવાપુરાના લોકો માટે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારી પાસે જે ફરિયાદો આવી છે તેમાંથી 3 જણાની અટકાયત કરી છે. સાથે પૈસાના બદલે પોતાની પત્નીને મૂકવાની વાત કરનાર વ્યાજખોરને પણ પોલીસે ધરપકડ કરી અને આગળની કાર્યવાહી આરંભી છે.