વડોદરા: કેન્દ્ર સરકાર દ્વારા પરપ્રાંતિયોને વતન જવાની મંજૂરી આપ્યા બાદ લોકો પાસ લઈને વતન તરફ જઈ રહ્યાં છે. જોકે વડોદરા જિલ્લાના કરજણ ટોલનાકા પર વતન તરફ જઈ રહેલા લોકોને રોકતા પરપ્રાંતિય લોકોએ વાહનો પર પથ્થરમારો કરીને ટ્રાફિકજામ કર્યો હતો.
વડોદરાઃ વતન જતા પરપ્રાંતિયને કરજણ રોક્યાં, લોકોના પથ્થરમારોથી ટ્રાફિકજામ - covid-19 in vadodara
વડોદરામાં વતન પરત જતા પરપ્રાંતીય લોકોને કરજણ ટોલનાકા પર પોલીસે રોકતાં લોકોએ પથ્થરમારો કરી ટ્રાફિક જામ કર્યો હતો.
જો કે, વધુ પોલીસ બોલાવીને ટ્રાફિકને ખુલ્લો કરવામાં આવ્યો હતો. વતન પરત જવા લોકો શુક્રવારે રાત્રે 1વાગ્યે કરજણ ટોલનાકા પર પહોંચ્યા હતા. આ લોકો પાસે પાસ હોવા છતાં કરજણ ટોલનાકા પર પરપ્રાંતિય લોકોને પોલીસે રોક્યા હતા. જેથી આ લોકો રાત્રે બસો અને ટ્રકોમાં જ બેસી રહ્યાં હતા અને સવારે પરપ્રાંતિય લોકોએ વતન જવાની માંગ સાથે ટ્રાફિકજામ કર્યો હતો.
વાહનો પર પથ્થરમારો પણ કર્યો હતો. પરપ્રાંતિય લોકોનો ગુસ્સો જોતા વધુ પોલીસ બોલાવવામાં આવી હતી અને પોલીસે પરપ્રાંતિય લોકોને સમજાવીને ટ્રાફિક ખુલ્લો કર્યો હતો.