વડોદરા:પોલીસને બાતમી મળી હતી કે, વડોદરામાં નાગરવાડા ખોડીયાર માતાના ખાંચામાં રહેતો કીરણ શ્યામલાલ કહાર ઇંગ્લીશ દારૂનો ધંધો (vadodara liquor supply by bootlegger ) કરે છે. તેણે ભાયલી વિસ્તારમાં કોઇક જગ્યાએ ગોડાઉન ભાડે રાખેલ છે, ત્યાંથી તેના માણસો ફોર વ્હીલ વાહનોમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી તેમજ મોટર સાયકલ ઉપર ફોર વ્હીલ વાહનનુ પાઇલોટીંગ (liquor supply in tempo and motorcycle) કરી ભાયલી તરફથી પંચમુખી હનુમાન મંદીર વાળા રોડ થઇ વડોદરા શહેરમાં તેના ગ્રાહકો સુધી દારૂનો જથ્થો સપ્લાય કરે છે. તેના માણસો એક છોટા હાથી ટેમ્પોમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરીને નીકળવાના છે.
મોટર સાયકલ દ્વારા પાયલોટીંગ: આ છોટા હાથી ટેમ્પોની આગળ એક સ્પલેન્ડર મોટર સાયકલના ચાલક પાયલોટીંગ કરી દારૂનો જથ્થો સપ્લાય કરવાના છે. જે આધારે ભાયલીથી આવતા રોડ ઉપર વિહાન ચોકડીથી પંચમુખી હનુમાનજી મંદીર વચ્ચેના રોડ ઉપર વળાંક પાસે પોલીસે વોચ રાખી હતી. દારૂ ભરેલ ટેમ્પો તથા મોટરસાયકલ સહિત ચાર ઈસમોને ઝડપી પાડી (vadodara pcb seized liquor ) તેઓની વધુ તપાસ કરી હતી. જેમાં ભાયલીથી ઇંગ્લિશ દારૂ ભરેલ ગોડાઉન/દુકાન મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુ તપાસ માટે જે.પી. રોડ પોલીસ સ્ટેશન ખાતે સુપરત કરવામાં આવ્યા છે. ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો 750 તથા 180 મીલીની બોટલો નંગ 1913 કુલ કીંમત રૂપિયા 3.67 લાખ અંગઝડતીના રૂપિયા 13,880, મોબાઇલ ફોન નંગ – 05 કીમત રૂપિયા 12,000 સહિત કુલ રૂપિયા 5.18 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.